વાવના દીપાસરામાંથી આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ઝડપાયું..
6 માસથી મકાન ભાડે રાખી 17 શખ્સો કોલસેન્ટર ચલાવતા હતા, ભૂજ સાયબર સેલના દરોડા પાડી 16ને ઝડપી પાડ્યા, પર પ્રાંતી યુવક-યુવતીઓ કોલ સેન્ટર પરથી લોન આપવાના બહાને વિદેશી નાગરીકો સાથે ફ્રોડ કરતા
ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલા આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા વાવ નજીક છેલ્લા 6 મહિનાથી પરપ્રાંતિય લોકો મકાન ભાડે રાખી આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ચલાવતા હોવાની જાણ ભુજ સાયબર સેલને થતાં ગત રાતથી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે..
વાવથી અંદાજિત 3 થી 4 કિલોમીટર દૂર દીપાસરા વિસ્તાર આવેલો છે જ્યાં પરપ્રાંતિયો સોલારની કામગીરી કરતા હોવાનુ બહાનું કરી છેલ્લાં કેટલાય સમયથી એક વૈભવી મકાન ભાડે રાખ્યું હતું, જે મકાનમાં આ લોકો આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ચલાવતા હતા, આ બાબતની જાણ ભુજ સાઇબર સેલને થતાં સાઇબર સેલની ટીમે આ કિલ્લેબંદ મકાનમાં ગુરુવાર ની મધરાત્રિએ દરોડા પડયા હતા, જે દરોડાની તપાસ શુક્રવાર ની મોડી સાંજ સુધી ચાલુ રહી હતી, આ કોલ સેન્ટરમાં મહિલાઓ પુરુષો મળી અંદાજે 15 લોકો હોવાનું જાણવા મળ્યું હતું, તમામ યુવક યુવતીઓ પર પ્રાંતીય તેમજ નેપાળના હોવાનું પણ બહાર આવ્યું હતું..
15 જેટલા લોકો આ કોલ સેન્ટર ચલાવતા હોવાનુ બહાર આવી રહ્યું છે, તપાસમાં વાવ પીએસઆઇ પણ જોડાયા હતા, અધતન સુવિધાવાળું એસી મકાન સીસીટીવી કેમેરાથી સજ્જ તેમજ મકાન પર ટાવર લગાવેલા છે, આ કોલ સેન્ટર ઇન્ટરનેશનલ કનેક્શન જોડાયેલું હોવાનું બહાર આવી રહ્યું છે, સાઇબર ટીમે કોમ્પ્યુટર સહિત મુદ્દામાલ કબજે કરી સ્થળ પર લોકોની પૂછપરછ હાથ ધરી હતી જે તપાસ શુક્રવારે સાજ સુધી પણ ચાલુ હતી.
પોલીસે 25 લેપટોપ, 30 મોબાઈલ,19 હેડફોન,1 પ્રિન્ટર, 5 યુ.પી.એસ.,10 લેપટોપ ચાર્જર, 8 ડેટા કેબલ, 8 સેમસંગ ઈયર ફોન, કેલક્યુલેટર, કનેકશન પોઈન્ટ, 4 રાઉટર મળી 6,50,900નો મુદ્દામાલ અને આરોપીઓના પર્સનલ 20 મોબાઈલ અને ટેબલેટ અને રોકડ 36 હજાર મળી કુલ રૂપિયા 8,36,900 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે..
બોર્ડર રેન્જ આઇ.જી સાયબર સેલના સૂત્રોએ જણાવ્યું કે વાવથી બે ત્રણ કિમી દીપાસરા વિસ્તારમાં રોડથી 100 મીટર દૂર આવેલ મકાન ભાડે રાખી લોકો રહેતા હતા અને તેઓ આ કોલ સેન્ટર ચલાવતા હતા."કોલ સેન્ટર પરથી લોન આપવાના બહાને વિદેશી નાગરીકોને લલચાવી ફોન ઉપર બેન્ક એકાઉન્ટની માહિતી કઢાવી લેવામાં આવતી હતી અને અલગ અલગ ચાર્જીસના નામે રૂપિયા પડાવાતા હતા..
પ્રાપ્ત માહિતી મુજબ દીપાસરા વિસ્તારમાં જ્યાં મકાન આવેલું છે તે વાવના વર્તમાન સરપંચ દિવાળીબેન નાગજીજી સોઢાના પરિવારનું છે, જેમાં તેમના એક દીકરા તાલુકા ભાજપના હોદ્દેદાર પણ છે, સરપંચ પરિવાર ખેતરમાં રહે છે અને આ મકાન કોલ સેન્ટર સંચાલકોએ સોલારનું બહાનું ધરી મકાન રિનોવેશન કરાવી ભાડામાં વાળવાનું નક્કી કરાયું હતું..
વાવના દીપાસરના ભરતસિંહ નાગજીભાઈ વેઝીયાએ રજૂઆત કરી તેમના ઘરમાં ચાલતું કોલ સેન્ટર પકડાવી દીધું હતું, જેના આધારે ભુજ રેન્જ સાઇબર ટીમે આરોપીઓને લેપટોપ સહિતના સાધનો સાથે દબોચી લીધા હતા..
16 આરોપી ઝડપાયા, એક આરોપી ફરાર
1. અમીસ ધર્મેન્દ્ર પટેલ ઉ.વ-22 (રહે આઝાદપૂરા જી-લલીતપુર (ઉ.પ્ર.)
2. રોનકકુમાર સુનિલકુમાર મહીડા ઉવ.21(રહેગામ-અલારસા તા-બોરસદ જી- આણંદ)
3. લાલનુપૂઈ રૌફંઝુવા હૌહનાર ઉ.વ.25 (રહે-સ્વંગકવન, સૈરંગ રોડ એઝોલ મિઝોરમ)
4. નંદનદાસ રાજારામદાસ ઉ.વ.27 રહે-305 રવિન્દ્રસરની કોલકાતા
5. વાનલાલથજુયલ આર્કલલરકૂટ રાલટે ઉ.વ-21 રહે- ગામ-રામ્લન આઈઝોલ મિઝોરમ
6. આરોપી મેલોડી લાલમાંગીજુલાઈ ક્લાલડાવલંગકીમાં ઉ.વ-20 રહે.મિઝોરામ.
7. પ્રિન્સસાવ પવનસાવ ઉ.વ-25 રહે- 201 મહારીશી દેવેન્દ્રે રોડ કોલકત્તા
8. કુંદનકુમાર રાજારામ દાસ ઉ.વ-28 305 રવિન્દ્રસરની કોલકાતા
9. ઈપલો વિકૂટો ચોપી ઉ.વ-22 રહે- મ. ન.25 સાઉથ પોઈન્ટ ઈસ્ટ ઝૂન્હેબોટો નાગાલેડ
10 અંકુવ હકાવી યેપાઠોમીન ઉ.વ-23 રહે,દિમાપુર ટોળવી લેન્ડટુ જી-ઝૂનેબોટો નાગાલેન્ડ
11. જુલિએટ ઑ લાલદુશકી લાલીયુલીકાના ઉ.વ-23 રહ,,હલીમેન આઈઝવાલ, મીઝોરમ
12. આરોપી લોવીકા કવહા કિહો ઉ.વ-25 રહે- નાગાલેન્ડ
13. કનૈયાકુમાર બુરાન ઝા ઉવ.25 રહે.કલકતા
14. મીમી લાલરોતડીકી લાલલીનીયાના ઉવ.23 રહે.મીઝોરમ
15. ચિરાગ એહમતસિંહ રાવલ ઉવ.35 રહે. નિઝામપુરા
16. આરોપી વિશાલ બળવંત ઠાકુર ઉવ.28, હીમાચલપ્રદેશ
પકડવાના બાકી મુખ્ય આરોપી
17. સ્વપનીલ ઉર્ફે સેમ પટેલ રહે.અમદાવાદ..