ડીસા માં સ્કૂલવાન-કાર વચ્ચે અકસ્માત, વાન પલટી જતાં 7 વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા..

પાલનપુર-ડીસા હાઈવે પર ભોયણ અને રસાણા વચ્ચે આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. પાલનપુરથી ડીસા તરફ વિદ્યાર્થીઓને લઈને જતી સ્કૂલવાન અને એક કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત થયો હતો, જેના કારણે સ્કૂલવાન પલટી મારી ગઈ હતી..

અકસ્માત ની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક વિદ્યાર્થીઓને વાનમાંથી બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. દુર્ઘટનામાં વાનમાં સવાર 7 વિદ્યાર્થીઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી, 108 એમ્બ્યુલન્સ‌ ને તરત જ બોલાવવામાં આવી અને તમામ ઘાયલ વિદ્યાર્થીઓ ને સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા..

ઉલ્લેખનીય છે કે પાલનપુર-ડીસા વચ્ચે દરરોજ હજારો ની સંખ્યામાં વિદ્યાર્થીઓ ઈકો અને તુફાન જેવા વાહનોમાં અપડાઉન કરે છે, આ અકસ્માતમાં સદનસીબે કોઈ મોટી જાનહાની થઈ નથી અને તમામ વિદ્યાર્થીઓ ની સ્થિતિ સ્થિર છે..