ડીસા તાલુકાના માલગઢ ગામમાં માળી સમાજનો 24 મો સમૂહ લગ્ન મહોત્સવ તા. 3 ફેબ્રુઆરીને સોમવારના રોજ યોજાનાર છે. જેમાં માળી સમાજના સમૂહ લગ્ન મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં 72 નવદંપતિઓ પ્રભુતામાં પગલાં માંડી શુભ સંસારની શરૂઆત કરશે.

ડીસા તાલુકાના માલગઢ ગામની પરબડી (ક્રાન્તીનગર) મીરાબેન સોનાજી પરમાર પ્રાથમિક શાળા ખાતે માળી સમાજ સમૂહ લગ્ન મહોત્સવ સમિતિ-ડીસા દ્વારા તા. 3 ફેબ્રુઆરીને સોમવારના રોજ માળી સમાજનો 24 મો સમૂહ લગ્ન મહોત્સવ યોજાશે. જેમાં માળી સમાજના સમૂહ લગ્ન મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં 72 નવદંપતિઓ પ્રભુતામાં પગલાં માંડી શુભ સંસારની શરૂઆત કરશે.

સમૂહ લગ્નના મુખ્ય યજમાન મહેશભાઇ કાનાજી માળી (એમ.કે. ફેમીલી) પરિવાર બિરાજમાન થયા છે. જ્યારે ભોજનના દાતા હીરાબેન ગીગાજી સવાજી માળી પરિવાર અને નેનુબેન ભુરાજી માળી સોમનાથ પરિવારે લ્હાવો લીધો છે. જ્યારે પરમ પૂજ્ય ગૌભક્ત છોગારામજી બાપુ દાતાઓ અને નવદંપતિઓને આશિર્વચન પાઠવશે.

આ પ્રસંગે માળી સમાજ સમૂહ લગ્ન મહોત્સવ સમિતિ-ડીસા અને ડીસાના પાણીદાર ધારાસભ્ય પ્રવિણભાઇ માળી દ્વારા માળી સમાજના લોકોને પધારવા અને સમૂહ ભોજન પ્રસાદનો લ્હાવો લેવા અનુરોધ કર્યો છે.