ગલતેશ્વર તાલુકાના ગામ અંગાડી ખાતે 76 માં પ્રજાસતાક દિન નાં પર્વની શાનદાર ઉજવણી.

ગલતેશ્વર તાલુકાના ગામ અંગાડી ખાતે આવેલ ગામ પંચાયત કચેરી અને પગાર કેન્દ્ર પ્રાથમિક શાળા નેપાલ પુરા ખાતે દેશના 76 પ્રજાસતાક દિન ની ખૂબ જ આનંદ ઉલ્લાસ અને કોમી એખલાસ ભર્યા શાંતિપૂર્ણ માહોલમાં દેશભક્તિ ગીતો અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી આ રાષ્ટ્રીય પર્વની શાનદાર રીતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રાથમિક શાળા ખાતે શ્રેષ્ઠ ભણેલી દીકરી કુમારી.તાન્યા બેન રાવલ ના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી હતી.

આ પ્રસંગે શાળાના મુખ્ય શિક્ષક રેણુકાબેન પટેલ. એસએમસી કમિટી ના પ્રમુખ. સાગરભાઇ પટેલ .સભ્યો. પૂર્વ પ્રમુખ યાસીનભાઈ શેખ. પત્રકાર. સામાજિક કાર્યકર સલીમ મિયા એમ .શેખ. ઐયુબમીયાશેખ. હાજી યાકુબ ભાઈ વોહરા. ઇનાયત ભાઈ. તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં સામાજિક કાર્યકરો .આગેવાનો .શાળાના શિક્ષકો તથા બાળકો ઉપસ્થિત રહ્યા હતા અને શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક અને દેશભક્તિના. ગીત અને ગરબા ખૂબ જ સુંદર રીતે શાળાના બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા શાળાના શિક્ષકો અને શિક્ષિકાઓ દ્વારા બાળકોને ભારે મહેનત કરી તૈયાર કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન અંબાલાલભાઈ. મિતેશભાઇ અને ભાનુમતિબેન તથા શાળા પરિવારના શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડ. શ્રેષ્ઠ દીકરીને એવોર્ડ. મહાનુભવનાસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.

રિપોર્ટર સૈયદ અનવર અલી ઠાસરા ખેડા.

7984520047.