વાંકાનેર એસટી ડેપો ખાતે ડ્રાઈવર ડે ની ઉજવણી 10 થી વધુ ડ્રાઇવરનુ સન્માન કરાયું

એસટી ડેપો ખાતે ડ્રાઈવર ડેની ઉજવણી : સારી કામગીરી બદલ 10 ડ્રાઈવરોનું  બહુમાન કરાયું

વાંકાનેર એસટી ડેપો ખાતે નેશનલ રોડ સેફટી મંથ -2025 અંતર્ગત આજરોજ ડ્રાઈવર ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમા10 વધુ ડ્રાઇવર સન્માન કરાયું હતું.

જેમાં ઇન્ચાર્જ ડેપો મેનેજર જયુભા ડી જાડેજા એટીઆઈ રહીમભાઈ એ પરમાર એટીઆઈ હકુમવીર સિંહ પરમારની ઉપસ્થિતિમાં ડ્રાઇવરને સન્માન પત્ર એનાયત કરવામાં આવેલ હતા. તેમજ નેશનલ રોડ સેફટી મંથ અનવ્યે માર્ગદશન આપ્યું હતું.