મુસ્લિમ માલિકો દ્વારા ચલાવાતી અને હિન્દુ નામોવાળી ઘણી હોટલો અત્યાર સુધી એસટી બસના મુસાફરોને બેફામ ભાવો લઇ લૂંટી રહી હતી. ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) મુસ્લિમ માલિકો દ્વારા ચલાવાતી અને હિન્દુ નામોવાળી ઘણી હોટલો અત્યાર સુધી એસટી બસના મુસાફરોને બેફામ ભાવો લઇ લૂંટી રહી હતી.. આવી હોટલો સામે GSRTC એ તવાઇ બોલાવી છે.. આવી હોટલો પર હવે એસટી બસો નહીં ઉભી રહે.. GSRTCએ આવી હોટલોના લાયસન્સ રદ કરી દીધા છે. જે હોટલોના લાયસન્સ રદ્ કરવામાં આવ્યા છે તેની યાદી અહીં જણાવીએ છીએ.ગુજરાત એસટી નિગમ દ્વારા જે 27 જેટલી હોટેલના પરવાના રદ કરવાનો હુકમ કર્યો છે. તે હોટેલમાં વડોદરા ડિવિઝનમાં અમદાવાદ-સુરત રોડ પર સ્થિત સ્વાજી ઇન, હોટેલ વિશાલ, હોટેલ બસેરા અને હોટેલ સતીમાતાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ભરૂચ વિભાગ હેઠળ સુરત-અમદાવાદ રોડ પર આવેલી હોટેલ તુલસી, હોટેલ મારુતિ, હોટેલ ડાયમંડ અને હોટેલ રોનકના નામ પણ તે હોટેલમાં સામેલ છે, જેમના પરવાના રદ કરવામાં આવ્યા છે.અહેવાલો અનુસાર આ હોટલો અંગે નિગમને ફરિયાદો મળી હતી કે આ હોટેલો હિન્દુ નામની આડમાં મુસ્લિમો દ્વારા ચલાવવામાં આવી રહી છે. GSRTC દ્વારા કાર્યવાહી કરતાં આ તમામ હોટેલ-ઢાબાના લાઇસન્સ રદ કરવામાં આવ્યા હોવાના અહેવાલો છે.

ગુજરાત એસટી નિગમ દ્વારા રાજ્યની કુલ 27 જેટલી હોટેલ પર એસટી બસના હોલ્ટના પરવાનાને રદ્દ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે, જેમા સૌથી વધુ હોટેલ વડોદરા જિલ્લાના કરજણ તાલુકાની છે. હોટેલમાં પારદર્શિતા અને યોગ્ય સંચાલન માટે આ પગલું લેવામાં આવ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે, પણ બીજી તરફ આ કાર્યવાહી પાછળ અન્ય કારણ હોય તેવા અહેવાલો મળી રહ્યા છે.