કાલોલ શહેર સ્થિત જુના સરકારી દવાખાના અર્બન હેલ્થ ઓફિસ પાસે આવેલું વિજળી કંપનીનો ટ્રાન્સફોર્મર તરફ પહોંચતા વિજ પુરવઠાના વાયરો ઝાડીઓની લપેટમાં આવી જતા હતા અને વારંવાર લંગરીયુ તુટી જતા સ્થાનિક રહીશોના ઘરના વારંવાર વીજળી ની આવન-જાવન ને લીધે વીજ ઉપકરણના સાધનો ખોટકાઈ જતા સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હોવાનાં સમાચાર અખબાર મા તારીખ ૧૯/૦૧/૨૦૨૫ રોજ પ્રસિદ્ધ થયો હતો જેને પગલે ગતરોજ કાલોલ એમજીવીસીએલ નાયબ ઇજનેર અનીશભાઇ ત્રિવેદી દ્વારા લોકહિત માં યોગ્ય પગલાં લઇ તેઓની સુચના અનુસાર એમજીવીસીએલ ના કર્મચારીઓ દ્વારા મેન્ટેનન્સ માટે વિજ પુરવઠો બંધ રાખીને ઝાડી ઝાંખરાઓને સાફસફાઇ કરી યોગ્ય કામગીરી કરાતાં સ્થાનિક રહીશોએ એમજીવીસીએલ અને મીડિયા કર્મીઓ નો આભાર વ્યક્ત કર્યો હતો.