ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટાફે મંગળવારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ડીસા સિંધી કોલોની પોસ્ટ ઓફીસની પાછળ ખુલ્લી જગ્યામાં જુગાર રમતાં રોહીતકુમાર સુરેશભાઇ ઠાકોર, કનુભાઇ દિનેશભાઇ ઠાકોર અને રાહુલકુમાર પ્રકાશભાઇ ઠાકોરને ઝડપી પાડ્યા હતા.
જ્યારે હસીનાબેન મુસ્લિમ નામની મહીલા એકટીવા લઇને ફરાર થઇ ગઇ હતી. પોલીસે રૂ. 370 નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.