તારાપુર વીજ કંપની ની લાલિયાવાડી થી જીવતા વાયર થી કરંટ લાગતા એક આધેડ નું મોત તારાપુરના વરસડા ગામે મુખ્ય કેનાલ પાસે આવેલ એક ખેતરમા વરસડા ગામના 59 વર્ષીય આધેડ કનુભાઈ ખીમાભાઇ ભરવાડ ને જીવતા વીજ વાયરમા પગ ભરાતા ઘટના સ્થળે તડપી તડપી ને મોત થવા પામ્યું છે કનુભાઈ પોતાના રહેણાક વિસ્તાર થી થોડે દૂર એક ખેતર ભાગે રાખેલ જે ખેતરમાં બોર કૂવો હોઈ ત્યાં ખેતીવાડી કનેક્શન હતું જેનો થ્રી ફૈઝ વાયર થોડા સમય પહેલા ના પવન માં તૂટી ગયેલ જેની ફરિયાદ કનુભાઈ ના પુત્રો તથા ખેતર માલિકે વારંવાર તારાપુર વીજ કંપની કરી હતી પરંતુ તારાપુર વીજ કંપની ના નઠોર અધિકારીઓ પાસે સમય નો અભાવ હોય કે પછી લાપરવાહી જેના કારણે આજે કનું ભાઇ જ્યારે ખેતર માં હતા તે દરમ્યાન તેઓને ભાન ના રહ્યું કે કેટલાય સમય થી તૂટેલો આ વાયર માં હજુ પણ વીજ પ્રવાહ ચાલુ હસે અને ત્યાંથી પસાર થવા ગયા કે તરત જ કરંટ લાગતા ભડભડ બળી ગયા હતા જીવતો વીજ વાયર કનુ ભાઈ ના પગના ભાગે અડી ગયો હતો અને જ્યા સુધી પગ કપાઈ ને શરીર થી અલગ ના થયો ત્યાં સુધી બળતા રહ્યા જોકે થ્રી ફૈઝ વીજ સપ્લાય હોવાથી કનુ ભાઈ આખેઆખા બળીને ખાક થઈ ગયા હતા ત્યાર બાદ ઘરના સભ્યો એ દોડાદોડ કરી મૂકી હતી અને તારાપુર પોલીસ અને વીજ કંપની ને ટેલીફોનીક જાણ કરી હતી અચાનક આવી ઘટના બનતા આખું વરસડા ગામ ના ઘટના સ્થળે ટોળેટોળાં ઉમટી પડ્યા હતા આ જીવતા વીજ વાયર અગાઉ પણ ફરિયાદો થઈ હતી અને પંથક માં અવાર નવાર લોકો રજૂઆતો કરતા હોય છે પણ તારાપુર વીજ કંપની ના જવાબદાર અધિકારીઓ ને જાણે કઈ પડી જ ના હોય તેમ તમામ અધિકારીઓ આટલી રજૂઆતો બાદ પણ ટસ ના મસ નથી થતા જેના કારણે આજે એકનો ભોગ લેવાયો છે.. ઘટના સ્થળે લોકો માં એટલો રોષ હતો કે મૃતદેહ ના ઉપાડવાનું પણ નક્કી કરી લીધું હતું પરંતુ તારાપુર પોલીસ ના પીએસઆઈ દેસાઈ પ્રથમ આ ઘટના સ્થળે પહોંચી સ્ટાફ બોલાવ્યો હતો ત્યારબાદ પીઆઈ જીગર પટેલ તાલુકા પંચાયત પ્રમુખ વિજયભાઇ ભરવાડ ધટના સ્થળે પહોંચી લોકો ને સમજાવી મૃતદેહ ઉઠાવ્યો હતો.