તા.૩૦ /૦૧ /૨૦૨૫ સુધીમાં જીલ્લા રોજગાર કચેરી, દાહોદને રોજગારી રીટર્ન અને વેકેન્સીની વિગત મોકલવા તાકીદ
દાહોદ : દાહોદ જીલ્લાના ખાનગી અને સરકારી એકમને તા.૩૦/૦૧/૨૦૨૫ સુધીમાં જીલ્લા રોજગાર કચેરી, દાહોદને રોજગારીના ત્રિ-માસીક અને છ-માસીક રીટર્ન અને ખાલી જગ્યાની વિગત મોકલવા તાકીદ ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) દાહોદ જીલ્લાની હદમા આવેલ જાહેર(સરકારી) અને ખાનગી સસ્થાઓને રોજગાર વિનિમય કચેરી (સી.એન.વી.) એક્ટ-૧૯૫૯ અને નિયમ ૧૯૬૦નું પાલન કરવું ફરજીયાત છે.
જે અંતર્ગત દાહોદ શહેર-તાલુકા-જીલ્લામાં આવેલા જાહેર ક્ષેત્રની તમામ તેમજ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કચેરીઓ તેમજ બોર્ડ,નિગમ, કંપની તેમજ ખાનગીક્ષેત્ર (સેવા,ઉત્પાદન અને વેપાર)નાં એકમો-સસ્થા જેવા કે કારખાના, ઓફીસ, શાળા-કોલેજો, હોસ્પિટલ, હોટેલ, પેટ્રોલપંપ, મોલ, શોરૂમ, બેન્કો, એન.જી.ઓ., ટ્રસ્ટ તેમજ તમામ આઉટસોર્સ અને કોન્ટ્રાક્ટર એજન્સીઓએ ત્રિમાસિક ઈ.આર.-૧ રીટર્ન ૩૦ દિવસમાં તેમજ માત્ર ઉત્પાદન લક્ષી એકમોએ જ છ-માસિક ૮૫%નું (સ્થાનિક-બિનસ્થાનિક) રીટર્ન ૩૦ દિવસમાં જીલ્લાસરોજગાર કચેરી દાહોદને મોકલવુ ફરજીયાત છે.
તા.૩૦/૦૧/૨૦૨૫ અંતીત ઈ.આર-1 અને 85% સ્થાનિક રોજગારી રીટર્ન રોજગાર કચેરીને મોકલવાની છેલ્લી તારીખ ૩૦/૦૧/૨૦૨૫ છે તેમજ કોઈપણ ખાલી જગ્યા ભરવા ૧૫ દિવસ પહેલા રોજગાર કચેરીને અથવા અનુબંધમ પોર્ટલ અને એનસીએસ પોર્ટલ પર ખાલી જગ્યાની જાણ વેકેન્સી (જોબ) પોસ્ટ નોટીફીકેશન કરાવવું ફરજીયાત છે.
રોજગાર કચેરીની ઓનલાઈન સેવા લેવા માટે ગુજરાત સરકારનુ અનુબંધમ પોર્ટલ (ANUBANDHAM.GUJARAT.GOV.IN) અને ભારત સરકારનુ (NCS.GOV.IN) પોર્ટલ કાર્યરત છે . અનુબંધમ પોર્ટલ પર કોઈપણ એકમ, સંસ્થા કે કચેરી જોબ પોસ્ટ કરીને જોબસિકર સર્ચ કરીને યોગ્ય ઉમેદવારને રોજગારીની તકો પૂરી પાડી શકે છે.
સી એન વી એકટ અન્વયે સ્કુલો-કોલેજો તેમજ બેંકો અને ટ્રસ્ટ દ્વારા ઈ.આર-1 અને વેકન્સી અંગેની માહીતી સમયસર મોકલવામા આવતી નથી જે સમયસર મોકલવા તમામ એકમ, કચેરી, સંસ્થાઓએ નોંધ લેવા રોજગાર અધિકારીએ અપીલ કરેલ છે. કાયદાની સમજ મેળવવા તેમજ રોજગારલક્ષી સેવા અને અનુબંધમ પોર્ટલ અને એનસીએસ પોર્ટલ અંગે વધુ માર્ગદર્શન મેળવવા જીલ્લા રોજગાર દાહોદ, ત્રીજો માળ, જીલ્લા સેવા સદન, છાપરી દાહોદનો સંપર્ક કરવા રોજગાર અધિકારીશ્રીની યાદીમા જણાવેલ છે.