પાવીજેતપુર તાલુકાના ડુંગરવાંટ ખાતે શ્રી આદિવાસી માધ્યમિક શાળામાં માર્ગસુરક્ષા જાગૃતિ કાર્યક્રમ યોજાયો
પાવીજેતપુર તાલુકાના ડુંગરવાંટ ગામમાં આવેલ શ્રી આદિવાસી માધ્યમિક શાળામાં માર્ગસુરક્ષા અને ટ્રાફિક જાગૃતિ માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રાફિક પોલીસ વિભાગના માર્ગદર્શક અધિકારી પીએસઆઈ શ્રી સોલંકી અને તેમની ટીમે આ કાર્યક્રમમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
પાવીજેતપુર તાલુકાના ડુંગરવાંટ ગામે શ્રી આદિવાસી માધ્યમિક શાળામાં માર્ગસુરક્ષા જાગૃતિ કાર્યક્રમમાં પી એસ આઇ શ્રી સોલંકી દ્વારા વિદ્યાર્થીઓને વ્યાવહારિક માર્ગસુરક્ષા તાલીમ આપવામાં આવી હતી. જેમાં ટ્રાફિક સિગ્નલ્સ અને ચિન્હોની ઓળખ, રોડ ક્રોસ કરતી વખતે જરૂરી પગલાં અને સલામતીના સાધનો જેમ કે હેલ્મેટ અને સીટબેલ્ટના મહત્ત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત, એક ખાસ પ્રદર્શનનું આયોજન થયું, જેમાં માર્ગ અકસ્માતની પરિસ્થિતિઓ દર્શાવતી વિડિયો ક્લિપ્સ અને છબી દ્વારા જાગૃતિ લાવવામાં આવી હતી. અંતે પ્રશ્નોત્તરીનું આયોજન કરાયું, જેમાં વિદ્યાર્થીઓએ ટ્રાફિક નિયમો અને સલામતી અંગે તેમના પ્રશ્નો પૂછ્યા અને ઉપસ્થિત પાવીજેતપુર પોલીસ સ્ટાફે જવાબો આપ્યા હતા. માર્ગ અકસ્માતોમાં મોટાભાગે થયેલા કારણો જેમ કે ખરાબ ડ્રાઈવિંગ, ઝડપની અવગણના અને નશામાં વાહન ચલાવવું વિશે ચર્ચા કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને જણાવ્યું કે "સલામતી માત્ર વ્યક્તિગત જવાબદારી નથી, પરંતુ સામૂહિક જવાબદારી છે."
ડુંગરવાંટ ના સરપંચ બીનાબેન રાઠવા દ્વારા જણાવ્યું હતું કે આવા જ પ્રકારના કાર્યક્રમો વધુ ગ્રામીણ વિસ્તારોમાં જાગૃતિ માટે યોજવામાં આવવા જોઈએ, જેથી માર્ગસુરક્ષા અંગેનો સંદેશ પ્રત્યેક નાગરિક સુધી પહોંચી શકે.
શાળાના પ્રિન્સિપાલ શ્રી પી.વી.સોલંકી દ્વારા પાવીજેતપુર પોલીસ ટીમનો તેમજ ગામ ના સરપંચ બીનાબેન રાઠવા નો આભાર વ્યક્ત કર્યો હતો. વધુમાં જણાવ્યું હતુ કે આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં નૈતિકતા અને સમાજપ્રતિસાદની ભાવના ઉઠાવે છે. શાળાના ૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધા હતો.
આમ, પાવીજેતપુર તાલુકાના ડુંગરવાંટ હાઇસ્કુલ માં માર્ગસુરક્ષા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. અને બાળકોને ટ્રાફિકના નિયમો અનુસરવા માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો.