ખંભાત તાલુકાના ખટનાલ ગામે મોટા દીકરાએ પુત્રવધુની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરતા ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે આરોપીના પિતાએ ફરિયાદ નોંધાવી છે.
મળતી માહીતીનુસાર, ખંભાત તાલુકાના ખટનાલ જીતપુરા મોભિયાસીમમાં રાત્રીના સુમારે દોઢેક વાગ્યાના સુમારે કાર્તિક, નીતિન અને દક્ષાબેન સુઈ ગયા હતા.મોટો દીકરો સંજય બહાર ઓસરીમાં સુતો હતો.પિતા લાલજીભાઈ પણ ઓસરીમાં સુતા હતા.રાત્રિના દોઢેક વાગે નીતિને લાલજીભાઈને જગાડીને કહ્યું હતું કે, સંજય ઘરમાં આવ્યો હતો અને દક્ષાબેનના ડાબા કાને, કાનની પાછળના ભાગે, માથામાં તેમજ બોચીના ભાગે ઇજા થયેલ હતી.લોહી નીકળતું હતું.જેથી દક્ષાબેનને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ખંભાત જનરલ હોસ્પિટલમાં ખસેડયા હતા.ત્યાં તેમને મૃત જાહેર કર્યા હતા.જેથી પુત્રવધુ દક્ષાબેનને મોટા દીકરા સંજય ઠાકોરે કોઈ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને મારી નાખતા પિતા લાલજીભાઇએ ફરિયાદ નોંધાવી હતી.પોલીસે સંજય ઠાકોરને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(સલમાન પઠાણ-ખંભાત)