બોટાદના બરવાળાના રોજિદ ગામે લઠ્ઠાકાંડ સર્જાતા 19 લોકોનાં મોત થઈ જતા રાજ્ય સરકાર હરકતમાં આવી ગઇ છે અને ગુજરાતભરની પોલીસને દારૂબંધીના કાયદાનો અમલ કરાવવા સૂચના આપતા પોલીસ એકશનમાં આવી ગઈ છે અને દેશી દારૂ વેંચતા બુટલેગર ઉપર તૂટી પડી છે.

આ બધા વચ્ચે દેશી દારૂની પોટલી અને લાલ દારૂની બાટલી વેંચતા બુટલેગર ફફડી ઉઠ્યા છે કેટલીક જગ્યાએ સાહેબ કેમ શુ થયું ની પૂછપરછ ચાલુ થઈ હોવાની પણ ચર્ચાઓ છે.

દેશી દારૂના પીઠા બંધ કરાવવા પોલીસ નીકળી પડતા ચોમાસામાં જામેલો ધંધો બંધ કરવો પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે અને બેવડા લોકોમાં પણ ટેંશન ઉભું થયું છે અને જે જથ્થો છે તેના ભાવો ડબલ થઈ ગયા હોવાની વાતો પણ ચાલી રહી છે.

રાજ્યમાં દારૂબંધીના કડક કાયદા હોવાછતાં તેનો અમલ થતો નથી અને દારૂના અડ્ડાઓ ચાલવા દેવા હપ્તાની ચેઇન ચાલતી હોવાની વાતો વર્ષોથી સામે આવી રહી છે.

અને જ્યારે જયારે આવી ઘટનાઓ બને ત્યારેજ તંત્ર જાગે છે જે હવે આ ઘટના બાદ રાજ્યમાં દારૂબંધી કરાવવા પોલીસને સૂચના અપાઇ છે.