દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત આર એન્ડ એલ પંડ્યા હાઇસ્કુલ અને શ્રીમતી એસ.એમ કુંદાવાલા હાયર સેકન્ડરી સ્કૂલમાં તારીખ 31/12/2024 ના રોજ બાળકોના માઈન્ડ પાવરની સાથે મસલ્સ ( રાજ કાપડીયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) પાવરનો વિકાસ થાય તે શુભ આશયથી રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય મહેમાન દાહોદના જાણીતા તબીબ ડો. એન.એન.નાગર સાહેબ,અતિથિ વિશેષ શાળાના ભૂતપૂર્વ આચાર્ય શ્રી જે.એલ. ચાવડા સાહેબ તથા નવજીવન વિદ્યા સંકુલ ગુજરાતી માધ્યમ શાળાઓના ડાયરેક્ટર શ્રી ડો.રાજભાઈ પટેલ સાહેબ હતા. શાળાના આચાર્યા શ્રીમતી નિતીક્ષાબેન પટેલ દ્વારા મહેમાન શ્રીઓ નો પરિચય અને શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.ખિલાડીઓ દ્વારા માર્ચ પાસ , અધ્યક્ષ શ્રી દ્વારા ખેલ ધ્વજારોહણ તેમજ મશાલ પ્રજ્વલિત કરી રમતોત્સવ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. સ્વર્ગીય શ્રી ઓ.જી.દેસાઈ રમતોત્સવ માં 100મી,200મી,400મી,400મી રિલે દોડ ,કબડ્ડી,ખો-ખો, ચેસ, ગોળા ફેંક ,સંગીત ખુરશી,લીંબુ ચમચી વગેરે જેવી 10 રમતોમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના 360 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. દરેક રમતના પ્રથમ ત્રણ વિજેતા વિદ્યાર્થીઓને અનુક્રમે ગોલ્ડન,સિલ્વર અને બ્રોન્ઝ મેડલ તથા સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના સિનીયર શિક્ષક શ્રી કે.ડી. લીમ્બાચીયા અને શ્રીમતી ગાયત્રીબેન સુથારે કર્યું હતું . આભાર વીધિ શ્રી યુ.આર.દરજીએ કરી હતી.બાળકોએ ખૂબ જ આનંદપૂર્વક અને ઉત્સાહથી રમતમાં ખેલદિલી પૂર્વક ભાગ લીધો હતો. શાળાના શિક્ષકમિત્રોએ પોતાનું યોગદાન આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.