એલસીબીએ અઢી મહિના અગાઉ લૂંટ થયેલી ગાડી ચિત્રાસણી નજીકથી શનિવારે ઝડપી પાડી હતી અને બે શખ્સોની અટકાયત પણ કરી હતી. બે માસ અગાઉ ગોળા પાસે આ બંને શખસો લઘુશંકા કરવાના બહાને ગાડી રોકાવી ચાલકને છરો બતાવી ગાડી લઈ ત્યાંથી નાસી છૂટ્યા હતા.
પાલનપુર તાલુકાના ગોળા ગામની સીમમાં બે મહિના અગાઉ અંબાજીથી બે શખસો ગાડીમાં બેસી ગોળા ગામ પાસે લઘુશંકા કરવાના બહાને ગાડી રોકાવી બંને શખસોએ ગાડી ચાલકને છરો બતાવી ગાડી લઈ ત્યાંથી નાસી છૂટ્યા હતા.
જેથી ગાડી ચાલકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં એલસીબી પોલીસે લૂંટનો ભેદ ઉકેલવા માટે અલગ-અલગ ટીમો બનાવી બાતમીના આધારે પોલીસે શનિવારે ચિત્રાસણી પાસે લૂંટ થયેલ ગાડીની વોચ રાખી હતી અને ગાડી આવતા જ પોલીસે તેને ચાલક સહિત ઝડપી પાડી હતી.
જેમાં ફતેસિંહ ડાભી (રહે.ધોરી,તા.વડગામ) અને દશરથસિંહ ચૌહાણ (રહે.કરઝા, જેથી,તા.અમીરગઢ)ને ઝડપી પડ્યા હતા. બે માસ અગાઉ ગોળા ગામથી લૂંટ કરેલ ગાડી કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.