ફળીયામાં જુગાર રમતા ચાર ઇસમોને રૂ.. ૧,૧૯,૮૦૦/- ના મુદ્દામાલ સાથે ધરપકડ કરતી ઠાસરા પોલીસ
ખેડા - નડીયાદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢીયા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી,નડીઆદ વિભાગ નાઓએ જીલ્લામાં આગામી નાતાલ તહેવાર અનુસંધાને પ્રોહી- જુગારના કેસો શોધી કાઢવા અને પ્રોહી-જુગારની બદી નેસ્તનાબુદ કરવા સારુ સુચના આપેલ હોય તેમજ હાલમાં પ્રોહી-જુગારના કેસો અંગેની ડ્રાઇવ રાખવામાં આવેલ હોય જે અન્યવે અ.હે.કો. રાહુલકુમાર નાઓને બાતમી મળેલ કે, ઠાસરા ભુલી તલાવડી ફળીયામાં રહેતા ઉદેસિંહ ઉર્ફે વિજય રમણભાઈ ભોઈ નાનો તેના રહેણાંક મકાનના બીજા માળે છાની-છુપીથી માણસો બોલાવી પોતાના આર્થિક ફાયદા સારૂ પત્તા-પાનાનો પૈસાથી હારજીતનો જુગાર રમી રમાડે છે જેથી રહેણાંક ઘરમાં રેઇડ કરવાની હોય પો.સ.ઈ.શ્રી એમ.એચ.રાવલ ઠાસરા પો.સ્ટે. નાઓએ મે.નાયબ પોલીસ અધિક્ષકશ્રી નડીયાદ વિભાગ નડીયાદની કચેરીએથી જરૂરી સર્ચ વોરંટ મેળવવાની તજવીજ કરી સર્ચ વોરંટ મેળવી એ.એસ.આઈ. ફતેસિંહ સામંતસિંહ તથા બીજા પોલીસ માણસો સાથે બાતમીવાળા મકાનમાં સર્ચ વોરંટ આધારે રેઇડ કરતા જુગાર રમતા ચાર ઇસમો (૧) ઉદેસિંહ ઉર્ફે વિજય રમણભાઈ ભોઈ રહે, ઠાસરા ભુલી તલાવડી તા.ઠાસરા જી.ખેડા (૨) સાજીદભાઈ વલીમહંમદ વ્હોરા રહે,ઠાસરા કાજીવાડા તા.ઠાસરા જી.ખેડા (૩) બાલકુષ્ણ રામાભાઈ પરમાર રહે, પીલોલ હાઈસ્કુલની પાછળ તા.ઠાસરા જી.ખેડા (૪) સાહીદમીયા અહેમદમીયા મલેક રહે, ઠાસરા મલેકવાડો તા.ઠાસરા જી.ખેડા નાઓ પત્તા-પાંનાનો રૂપીયા પૈસાથી હારજીતનો જુગાર રમી રમાડતાં રહેણાંક ઘરમાંથી મળી આવતા તેઓ તમામની અંગજડતી તથા દાવ ઉપરથી કુલ રોકડા રૂ.૫૧,૪૦૦/- પત્તા-પાંના કેટ નંગ-૧ તથા મોબાઇલ નંગ-૩ રૂ.૧૮,૩૦૦/- તથા ટુ વ્હીલર એકટીવવા કિ.રૂ.૫૦,૦૦૦/- મળી કુલ્લે રૂ.૧,૧૯,૮૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતા તમામ આરોપીઓની ધરપકડ કરી જુગારધારા કલમ ૪, ૫ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
તા.૨૪/૧૨/૨૦૨૪
કામગીરી કરનાર ટીમ :
(૧) એ.એસ.આઈ.ફતેસિંહ સામંતસિંહ બ.નં.૯૬૩ ઠાસરા પો.સ્ટે.
(૨) અ.હેડકો રાહુલકુમાર ચંદુભાઈ બ.નં.૭૩૮ ઠાસરા પો.સ્ટે.
(૩) અ.હેડ.કો.દલપતસિંહ સબાભાઈ બ.નં. ૧૬૨૦ ઠાસરા પો.સ્ટે.
(૪) અ.પો.કો.દિનેશભાઈ ભાનુભાઈ બ.નં.૧૧૮૪ ઠાસરા પો.સ્ટે.
(૫) પો.કો. ભરતભાઈ વિનોદભાઈ બ.નં.૬૯૧ ઠાસરા પો.સ્ટે.
(૬) એલ.આર.પો.કો વિજય ઉદેસંગભાઈ બ.ન.૪૩૨ ઠાસરા પો.સ્ટે.
રિપોર્ટર.. સૈયદ અનવર ઠાસરા