ડીસા તાલુકા પોલીસ મથકની ટીમે કંસારી બસ સ્ટેશન નજીક રોડ પર નાકાબંધી કરી હતી. જ્યાં આવેલી ગાડી ઉભી રખાવવાની કોશિષ કરી હતી. જોકે, ચાલકે ડીસા બાજુ ભગાડી મૂકી હતી. પોલીસે પીછો કરી ટોલનાકા નજીકથી પકડી પાડી હતી.

પોલીસે ગાડીમાંથી રૂ. 1,65,000 ની કિંમતની 1320 બોટલ દારૂ સહીત રૂ. 9,15,000 નો મુદ્દામાલ કબ્જે કરી હનુમાનરામ જુજારામ જાટ જાખડ, બાબુલાલ મોહનલાલ જાટ સીયાગ અને મગરાજ ધર્મારામ જાટ સારણ(તમામ રહે. બાડમેર, રાજસ્થાન)વાળાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.