જવાહર નવોદય વિદ્યાલય ખરેડી -1 ખાતે તારીખ 22/12/2024, રવીવાર ના રોજ ભૂતપૂર્વ વિદ્યાર્થી સમ્મેલન નુ આયોજન કરવામા આવ્યુ હતુ. વિવિધ જગ્યાએ ઉચ્ચ પદે કાર્ય કરતા 36 જેટલા ભૂતપુર્વ વિદ્યાર્થીઓએ ઉત્સાહ પુર્વક શાળા ની પ્રવૂર્તીઓ નીહાળી હતી. શાળાકીય પ્રવૂર્તીઓ નુ કોલેજ અને વ્યવસાયીક જીવન મા અગત્ય ના ફાળો રહેલો છે તે વિષયે ઉપસ્થિત મહેમાનોએ પોતાના અનુભવો રજુ કર્યા હતા. ( રાજ કાપડિયા સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) દર વર્ષે નવોદય વિદ્યાલય ખરેડી, આવી પ્રવૂર્તી યોજી હાલ મા શાળા મા અભ્યાસરત વિદ્યાર્થીઓ ને શૈક્ષણીક માર્ગદર્શન પુરુ પાડે છે. ભુતપુર્વ વિદ્યાર્થીઓ ના અનૂભવો ના આધારે જીવન મા લક્ષ્ય પ્રાપ્તિ અને શિસ્ત નુ ઘડતર કરે છે. કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે શ્રીમાન બીનોદ બેહરા (ડેપ્યુટી કમિશનર- કે.વિ.એસ,) શ્રીમાન તેજસિંઘ (આચાર્ય જે.એન.વી. દાહોદ) શ્રીમાન એમ.એફ. પરમાર ( પી.જી.ટી મેથ્સ, ગાંધીનગર) રહ્યા હતા.