સુરતના ગ્રીષ્મા હત્યાકાંડ જેવો બનાવ ખેડા માતરના ત્રાજ ગામે બન્યો
ખેડા માતર ના ત્રાજમાં કિશોરી બહેનપણી સાથે મંદિરે દર્શન કરી પરત ફરી રહી હતી ત્યારે રસ્તામાં ઠંડુ પીણું લેવા ઉભી રહેલ કિશોરીને ગળુ કાપીને હાથ પર છરી ના ઘા માર્યા,
બનાવ અંગે પોલીસ વડા રાજેશ ગઢીયા એ જણાવ્યું કે માતર ના ત્રાજ ગામનો રાજુ ઉર્ફે રાજેશ પટેલે કાગળ કાપવાના કટર થી ભત્રીજીની સહેલી કે જેના ઉપર રાજેશ લટ્ટુ હતો તેને ગળાના ભાગેથી રહેંસી નાંખી હતી અને હાથના ભાગે પણ ઘા મારી મોત નીપજાવ્યું હતું.
મૃતક કિશોરી કૃપા પટેલ કે જેની ઉંમર માત્ર 15 વર્ષની હતી અને આરોપી ની ભત્રીજી સાથે અભ્યાસ કરતી હોવાથી અવાર નવાર ઘરે આવવાનું થતું હોઈ એકાદ બે વાર વાતચીત થતા એકતરફી પ્રેમમાં પડ્યો હતો.
આરોપીની પૂછતાછ કરતા માલુમ પડ્યું કે રાજેશ ઘણા સમય થી મૃતકને ઓળખતો હતો પરંતુ કૃપાને રાજેશના બદ ઈરાદાની ખબર પડતા ભત્રીજી ના ત્યાં આવવાનું બંધ કર્યું હતું, જેથી રાજેશ ને લાગ્યું કે કૃપા તેને ઇગ્નોર કરે છે, તેમ માની આવેશ માં આવી ગરદન કાપી નાંખી હતી અને મૃત્યુ નીપજાવ્યું હતું.
આ બનાવ સુરતના ગ્રીષ્માહત્યા કાંડ ની યાદ અપાવે છે.
મૃતકના પિતા દિલીપભાઈ પટેલ એ આરોપીને જાહેરમાં સખત થી સખત સજા આપવાની માંગ કરી.
રિપોર્ટર : વારિસ સૈયદ
હિંમતનગર.