પાટણ માં થી કુટણખાનું ઝડપાયું..

દેવ દર્શન કોમ્પ્લેક્ષમાં આવેલા રગીલાં ગેસ્ટ હાઉસમાં રેડ કરી પોલીસે મહિલાઓ સાથે ગ્રાહકોને ઝડપ્યા..

પાટણ શહેરના દેવદર્શન કોમ્પ્લેક્સના રંગોળી ગેસ્ટ હાઉસમાંથી SOG પોલીસે અંદર ચાલતા કુટણખાના પર રેડ કરી હતી..

ગેસ્ટ હાઉસમાં ભારતીય મહિલા સહિત પરપ્રાંતિય મહિલાઓ દ્વારા ચલાવામાં આવતા દેહ વેપારનો કાળો કારોબાર ચલાવતા મેન મુસલ્લા મુસ્તાક ઇસ્માઇલ હજીભાઈ (રહે ઈન્દિરાપુરા કિમ્બુવા, પાટણ) અને જાડેજા વનિતાબેન જીતુભાઇ (રહે જામનગર) સહિત બહાર થી દેહવેપાર માટે લાવેલી મહિલાઓ ને ઝડપી પાડી ગુનો નોંધી કાર્યવાહી કરી છે, અને મુખ્ય આરોપી રફીક ની પોલીસે શોધખોળ હાથ ધરી છે..

પાટણ જિલ્લા પોલીસ વડાએ શહેરમાં ચાલતા કૂટણખાનું બંધ કરવા ની સૂચના પાટણ SOG પોલીસને કરતા તેમને બાતમી મળી હતી કે શહેર ના દેવ દર્શન કોમલેક્સ માં આવેલ રંગીલા ગેસ્ટ હાઉસ માં દેહ વ્યાપાર નો અનૈતિક ધંધો ચાલે છે, ત્યારે પાટણ SOG પોલીસે રેડ કરતા 7 મહિલા અને ત્રણ પુરુષો અનૈતિક ધંધો સામેલ લોકોને ઝડપી પડયા હતા જેમાં સમગ્ર દેહ વેપાર નો અનૈતિક ધંધો ચલાવનાર મુસ્તાક મુલ્લા, અને વનિતા ચલાવતા હતા, મુખ્ય આરોપો રફીક નામનો ઈસમ પણ સામેલ છે, જેમાં મુસ્તાક મુલ્લા અને વનિતા ની ધરપકડ કરવામાં આવી છે, તો રફીક ફરાર હોવાના કારણે તેને પકડવા પોલીસે તાપસ હાથ ધરી છે..

પાટણ ના રંગીલા ગેસ્ટ હાઉસ માંથી કોન્ડમ, મોબાઇલ, કોઈન સહિત મુદ્દામાલ માલી આવ્યો હતો..

ગેસ્ટ હાઉસ દ્વારા પથિક સોફ્ટવેર માં નોંધણી ના કરતા જાહેરનામા નો પણ ભગ કર્યા ની કલમો લગાવામાં આવી છે..

પોલીસે આરોપીઓની પ્રાથમીક પૂછપરછ કરતા તેઓ ગ્રાહક દીઠ 500 થી 1500 રૂપિયા લેતા હોવાનું સામે આવ્યુ હતું..

સિદ્ધપુર ડી.વાય. એસપી કે. કે. પંડયા એ જણાવ્યું હતું કે પાટણ SOG પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતી તે દરમ્યાન તેમણે બાતમી મળી હતી કે રંગોળી ગેસ્ટ હાઉસમાં દેવવેપારનો ધંધો ચાલે છે તેથી ત્યાં રેડ કરતા ત્યાં કુલ 7 મહિલાઓ અને 3 પુરુષો કે જે અનિતિક ધંધામાં સામેલ હોય તે મળી આવેલ અને આ સમગ્ર દેહ વેપાર અનૈતિક ધંધો છે એ આ કામના આરોપી છે, મુસલ્લા મુસ્તાક ઇસ્માઇલ હજીભાઈ રહે ઈન્દિરાપુરા કિમ્બુવા, પાટણ, જાડેજા વનિતાબેન જીતુભાઇ રહે જામનગર ચલાવી રહી હતી તેમની સાથે રફીક નામનો ઈસમ છે તેનું નામ પણ ખુલવા પામેલ છે, રંગોળી ગેસ્ટહાઉસ માંથી કોન્ડોમ, કોઈન, મોબાઈલ ફોન વિગેરે ચીજ વસ્તુઓ મળી આવેલ છે, અને પથિકા સોફ્ટવેર કે જેનો ઉપયોગ નોંધણી માટે થાય છે એ નોંધણીની પ્રક્રિયા નહી હાથ ધરતા જાહેર નામાના ભગ પણ કલમો લગાડવામાં આવી છે..