કાલોલ પટેલ પાર્ટી પ્લોટ ખાતે પુ. પા. ગૌ ૧૦૮ શ્રી કુંજેશકુમાર મહારાજ ના સુમધુર કંઠે ડો નિરાલી સોનીના સંગીતની સુરાવલી સાથે શ્રી સુધા સત્સંગ મંડળ તથા મંજુલાબેન જગમોહનદાસ આચાર્ય નિવાસ ના ૧૮ મા પાટોત્સવ નિમિત્તે મુખ્ય મનોરથી રાજેન્દ્રકુમાર ઓચ્છવલાલ શાહ અને પરીવાર દ્વારા યોજાયેલ શ્રીમદ્ ભગવદ્ કથા ના બીજા દિવસે પૂ. શ્રી એ કુંતી સ્તુતી, ભીમ સ્તુતી ,પ્રહલાદ સ્તુતી નુ વર્ણન કરી સાંપ્રત સમયમાં ઉપયોગી બને તેવા વિવિધ દ્રષ્ટાંતો સાથે મનને સ્થીર કરવા ઘરમાં ઠાકોરજી બિરાજ્યા હશે તો ધર્મ ચોક્કસ આવશે આજના દિવસે ચી. સાનિધ્યકુમાર ના પાવન પ્રાગટ્ય અવસર નિમિતે વધાઈ ગીત ગાયા અને બહેનોએ રાસ લીધા હતા.