કાલોલ પટેલ પાર્ટી પ્લોટ ખાતે પુ. પા. ગૌ ૧૦૮ શ્રી કુંજેશકુમાર મહારાજ ના સુમધુર કંઠે ડો નિરાલી સોનીના સંગીતની સુરાવલી સાથે શ્રી સુધા સત્સંગ મંડળ તથા મંજુલાબેન જગમોહનદાસ આચાર્ય નિવાસ ના ૧૮ મા પાટોત્સવ નિમિત્તે મુખ્ય મનોરથી રાજેન્દ્રકુમાર ઓચ્છવલાલ શાહ અને પરીવાર ના નિવાસસ્થાને થી પોથીજીની યાત્રા બેન્ડ વાજા સાથે નીકળી હતી જેમા મનોરથી પરિવાર સગા સંબંધીઓ અને મોટી સંખ્યામાં વૈષ્ણવો જોડાયા હતા.પોથીજી યાત્રા પટેલ પાર્ટી પ્લોટ ખાતે કથા મંડપમા પહોંચી હતી જ્યા દીપ પ્રાગટ્ય કરી મહારાજશ્રી નુ મનોરથી પરિવારે સ્વાગત કર્યું હતુ યમુનાસ્ટક નુ ગાન કરી કથાનો પ્રારંભ કરવામાં આવ્યો મહારજશ્રી દ્વારા ભાગવતજી નુ મહત્વ સમજાવી શ્રીનાથજી અને ભાગવતજી નુ સ્વરુપ એકજ છે. શ્રીમદ્ ભાગવત ના ૧૮૦૦૦ શ્લોકો સ્વયં ભગવાનનુ સ્વરૂપ છે. બધાને જોડવાનું કામ કથા કરે છે.