*દિયોદર ના વાતમ ગામની ધન્યધરા પર શતાબ્દી મહોત્સવ તેમજ ત્રીદિવસીય શતચંડી યજ્ઞ યોજાયો*
*૪૨ ગામ શ્રીમાળી બ્રહ્મ સમાજ જ્ઞાતિ સંમેલન નું પણ ભવ્ય આયોજન કરાયું...*
*ઢોલ વગાડો.... શરણાઈ બજાઓ... નૃત્ય... ગીત... અને રંગોળી રચાવો...આ તો સિકોતર. માતાજી નો ભવ્ય અવસર યોજાયો....*
બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના વાતમ નવા ગામે ગામની ધન્યધરા પર શ્રી રાજ રાજેશ્વરી, શ્રી વહાણવટી,, શ્રી સિકોતર માતાજી ના શતાબ્દી મહોત્સવ એવમ ત્રીદિવસીય શતચંડી યજ્ઞ તેમજ ૪૨ ગામ શ્રી માળી બ્રહ્મ સમાજ નું જ્ઞાતિ સંમેલન નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું .દિયોદર તાલુકાના વાતમ નવા ગામે શતાબ્દી મહોત્સવ ના પાવન પ્રસંગ ની શુભ શરૂઆત દાદા ના સુંદરકાંડ ના પાઠ થી શરૂ કરવામાં આવી હતી. તારીખ ૧૩/૧૨/૨૦૨૪ ના રોજ પ્રથમ દિવસે પાર્યાશ્ચિત વિધાન ,પંચાંગ કર્મ,મંડપ પ્રવેશ ,સ્થાપિક દેવતા ,પૂજન,અગ્નિ સ્થાપન ,દુર્ગા સપ્તશતી પાઠ,ગ્રહ હોમ,પ્રધાન હોમ,સાત પૂજન અને મહા આરતી જેવા પ્રસગો યોજાયા હતા.મંગલકારી બીજા દિવસે એટલે કે તા. ૧૪/૧૨/૨૦૨૪ ના રોજ પ્રધાનહોમ, માતાજી ની સજોપચાર મહાપૂજા, વિશેષ હોમ,દુર્ગા સપ્તશતી પાઠ, સાયપૂજન અને મહા આરતી યોજાઈ હતી.કલ્યાણકારી દિવસ એટલે કે તારીખ ૧૫/૧૨/૨૦૨૪ ના રોજ શુભ મુહર્ત યજ્ઞ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રાત પૂજન, પ્રધાન હોમ, દુર્ગાસપ્તાશતી, માતાજી ની શૃંગાર પૂજા, ઉત્તરપૂજન , મહાઆરતી, ક્ષમા પ્રાર્થના કરવામાં આવી હતી.આ મહોત્સવ ગામ માં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. રાત્રી ના સમય ભજન સત્સંગ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.આ સમગ્ર યજ્ઞ નું ત્રિવેદી મોતીરામ મેઘજી તરવાડી પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા.સાથોસાથ જ્ઞાતિ સંમેલન પણ યોજાયું હતું.શ્રી વાવ, થરાદ, દિયોદર ૪૨ ગામ શ્રી માળી બ્રહ્ન સમાજ નું સંમેલન યોજાયું હતું..