સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પંચમહાલ ના પોલીસ સ્ટાફ વેજલપુર પોલીસ સ્ટેશન હદમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે તેઓને માહિતી મળેલ કે જીતપુરા ગામ ની અંદર ઝેડ કે બ્રિક્સ નામનો ઈંટોનો ભઠ્ઠો આવેલ છે જેમાં રાજ્ય બહારના કામદારો કામે રાખવામાં આવે છે અને સ્થાનિક પોલીસ મથકે તેની કોઈ નોંધ કરાવવામાં આવતી નથી તેમ જ ભલાણીયા ગામની અંદર જે જે સેવન બ્રિક્સ નામના ઈંટોનો ભઠ્ઠા પરપ્રાંતીય કામદારોને કામે રાખી સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતી નથી તેવી માહિતી આધારે પોલીસે તપાસ કરતા પરપ્રાંતીય કામદારો હાજર મળી આવ્યા હતા તેઓની કોઈ નોંધ સ્થાનિક પોલીસ મથકે કરવામાં આવી ન હતી તેમજ તેઓની પાસેથી કોઈ આઈડી પ્રૂફ પણ મેળવવામાં આવ્યું ન હતુ જેથી પોલીસે બંને ઈંટોના ભઠ્ઠા ના સંચાલકો ફારૂક અબ્દુલ્લા બગલી તેમજ અનવરઅલી ઈસરાર ખાન પઠાણ સામે કાયદેસર કાર્યવાહી કરી બે અલગ અલગ ગુના વેજલપુર પોલીસમથકે દાખલ કરાવેલા.