ડીસામાં ધિયાન શો-રૂમમાં મુકેલ એક્ટીવાની સોમવારે ચોરી થઇ હતી. ત્યારે ડીસાના ભોપાનગર વિસ્તારમાંથી એક્ટીવા ચોરને દક્ષિણ પોલીસે મંગળવારે ઝડપી પાડ્યો છે.
ડીસામાં ધિયાન હોન્ડા શો-રૂમ અંદર મુકેલ એક્ટિવા નંબર જીજે-08-ડીએલ-0282 ને કોઈ અજાણ્યો શખ્સ સોમવારે ચોરી કરી લઇ ગયો હતો. આ અંગે ડીસા દક્ષિણ પોલીસમાં ફરિયાદ આપતાં પીઆઈ વી.એમ.ચૌધરી દ્વારા એક્ટિવાની શોધખોળ હાથ ધરી હતી.
ત્યારે મંગળવારે બાતમીના આધારે ડીસાના ભોપાનગર ચાર રસ્તા પાસેથી બીજા દિવસે આરોપી રોહિતસિંહ કનુભા જાદવ (ઉં.વ.20, રહે.ડીસા ગૌરીસદન સોસાયટી,તા.ડીસા)ને ઝડપી પાડી તેની વિરુધ્ધમાં કાયદેરરની કડક કાર્યવાહી કરવામાં આવી હતી.