છોટાઉદેપુર જિલ્લા પોલીસ તથા વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસની સંયુકત કામગીરી દ્વારા ગુજરાત રાજ્યના અલગ - અલગ જિલ્લાઓમાંથી મોટર સાયકલોની ચોરી કરનારા ત્રણ ઇસમોને ૩૪ મોટર સાયકલો સાથે ઝડપી પાડી છોટાઉદેપુર, ભરૂચ, પંચમહાલ, સુરત શહેર તથા દાહોદ જિલ્લામાં નોંધાયેલ વાહન ચોરીના કુલ-૧૧ ગુનાઓનો ભેદ ઉકેલી કાઢી કુલ કિ.રુ.૧૫,૧૭,૦૦૦/- નો મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો.
છોટાઉદેપુર જિલ્લા એલ.સી.બી. ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર શ્રી એચ.એચ. રાઉલજી તથા વડોદરા ગ્રામ્ય એલ.સી.બી. પો.સ.ઇ. એ.કે.રાઉલજી નાઓની ટીમ બનાવી છોટાઉદેપુર જિલ્લા પોલીસ તથા વડોદરા ગ્રામ્ય એલ.સી.બી., એસ.ઓ.જી. તથા પેરોલ ફર્લો સ્કોડના પોલીસ કર્મચારીઓ સાથે છોટાઉદેપુર જિલ્લા એમ.પી. શરહદને અડીને આવેલ ગામડાઓમાં સઘન પેટ્રોલીંગ તથા ચેકીંગ હાથ ધરેલ તે દરમ્યાન પોલીસ સ્ટાફના માણસો કદવાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બાતમી હકીકત આધારે સટુનગામ નજીક રોડ ઉપર નાકાબંધી કરી (૧) બકલાભાઇ ઉર્ફે સુમલાભાઇ તુલસીભાઇ નાયક ઉં.વ.૨૪ રહે.કોલી, સિંધી ફળીયા, તા.જી.છોટાઉદેપુર (૨) કુસીયાભાઇ રમેશભાઇ નાયક ઉં.વ.૨૫ રહે.ઉમરવાડા, ગમુણ ફળીયા,તા.કઠીવાડા જી.અલીરાજપુર (મધ્યપ્રદેશ) નાઓને ચોરીની કાળા કલરની સિલ્વર પટ્ટાવાળી અપાચી મોટર સાયકલ સાથે પકડી પાડી સદર મોટર સાયકલ અંગે ખાત્રી તપાસ કરતા કદવાલ પો.સ્ટે. વિસ્તારમાંથી ચોરાયેલાનું જણાતા સદરી બન્ને ઇસમની ધરપકડ કરી ઘનીષ્ઠ પુછપરછ કરતા પોતે તથા તેના સાગરીતો મારફતે ગુજરાત રાજયના અલગ-અલગ જીલ્લાઓ માંથી મોટર સાયકલ ચોરીઓ કરેલાની કબુલાત કરતા
એચ.એચ.રાઉલજી ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. તથા શ્રી એ.કે.રાઉલજી પો.સ.ઇ. એલ.સી.બી. વડોદરા ગ્રામ્ય, વડોદરા નાઓની અલગ-અલગ ટીમો બનાવી પોલીસ માણસો સાથે તાત્કાલિક પકડાયેલ આરોપીઓના જણાવ્યા મુજબ તેમના રહેણાંક મકાને તથા આજુ-બાજુ તપાસ કરતા તેઓનો એક સાગરીત પિન્ટુભાઇ નાનાભાઇ રાઠવા ઉ.વ.૧૯ રહે. ધડાગામ ખરેડી ફળીયા તા.જી.છોટાઉદેપુર નાનો પકડાઇ ગયેલ અને પકડાયેલ આરોપીઓએ જેતપુરપાવી પો.સ્ટે., છોટાઉદેપુર પો.સ્ટે., હાલોલ પો.સ્ટે., કાપોદરા પો.સ્ટે., કતારગામ પો.સ્ટે., વરાછા પો.સ્ટે., કામરેજ પો.સ્ટે., કાપોદરા પો.સ્ટે., લિમખેડા (દાહોદ) પો.સ્ટે., અંકલેશ્વર પો.સ્ટે., વિસ્તારમાંથી તથા અલગ-અલગ જગ્યાઓએથી ચોરી કરેલ મોટર સાયકલો મળી – કુલ ૩૩ મોટર સાયકલો સાથે કુલ ૩૪ મો.સા. કિ.રૂ.૧૫,૧૭,૦૦૦/- નો મુદ્દામાલ રીકવર કરી પકડાયેલ ઇસમોને સી.આર.પી.સી.૪૧ (૧) ડી મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી કદવાલ પો.સ્ટે. ખાતે સોંપવામાં આવેલ છે.
આમ, એમ.એસ.ભરાડા ઇન્ચા.પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા નાઓની સુચના આધારે છોટાદેપુર જિલ્લા તથા વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા સંયુકત પણે કામગીરી કરી ગુજરાત રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાંથી વાહન ચોરી કરતી ગેંગના ત્રણ સભ્યોને ઝડપી પાડેલ છે. જ્યારે (૧) દિલીપભાઇ શંકરભાઇ નાયક રહે.ઉમરવાડા,તા.કઠીવાડા, જી.અલીરાજપુર (મધ્યપ્રદેશ)
(૨) થાવરીયાભાઇ સેંગલાભાઇ નાયક રહે.ઉમરવાડા, આંબલી ફળીયા,તા.કઠીવાડા, જી.અલીરાજપુર (મધ્યપ્રદેશ)
(૩) કુતરીયાભાઇ ઉર્ફે કુતરીયો રહે.નાની વડોઇ તા.કઠીવાડા, જી.અલીરાજપુર જી.અલીરાજપુર (મધ્યપ્રદેશ)
(૪) સુરપાનભાઇ ભયલાભાઇ રહે.વાવ, તા.કઠીવાડા, જી.અલીરાજપુર (મધ્યપ્રદેશ) ઇસમોને પકડવાના બાકી છે.