પાવીજેતપુર તાલુકાના નાનીબેજ હોળી ફળિયામાં જવાના રસ્તા ઉપર કોઝવે વરસાદી પાણીમાં ધોવાઇ જતાં જીવના જોખમે અંતિમ ક્રિયા માટે પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે લોકો લઇ જવા મજબુર બનતા જનતામાં રોજ જોવા મળતો હતો.
"જીવતા જીવત તો માર્ગ ના મળ્યો પરંતું અંતિમ ક્રિયા માં લઈ જવા માટે પણ મોકળો માર્ગ ના મળ્યો ગામના લોકો એ ભ્રષ્ટાચાર નો સીધો આરોપ લગાવ્યો અને કુંભ કરણની નિંદ્રામાંથી તંત્ર જાગો લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો"
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના નાનીબેઝ ગામના હોળી ફળિયામાં રહેતા નાયક સમાજના ૨૫૦ થી ૩૦૦ લોકો નો પરીવાર વસવાટ કરે છે. અને ગામના લોકો આજ રસ્તાનો મોટા પાયે ઉપયોગ કરતા હોય છે. ત્યારે નાયક સમાજના પરિવાર સાથે અન્યાય થઈ રહ્યો છે. તેમ લોકો જણાવી રહ્યા હતા. પરીવાર પોતાના ઘરે જવા માટે લાબા સમયથી રસ્તા ને લઇ ઝજુમી રહ્યા હતા ત્યારે બનાવવામાં આવેલો કોઝવે ત્રણ વર્ષ અગાઉ તંત્ર દ્વારા બનાવવામાં આવ્યો હતો પરંતુ ત્રણ વર્ષ દરમિયાન બનાવેલો કોઝવે હલકી કક્ષાનો બનાવવામાં આવ્યો હોવાનો ગામના લોકો દ્વારા સીધો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. વધુ ગામના લોકો આક્ષેપ કરી રહ્યા છે કે તંત્રના વાંકે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જે આજે સ્પષ્ટ પણે દેખાય રહ્યું છે. તંત્ર દ્વારા આ કોઝવે કંઈ ગ્રાન્ટ માંથી બનાવવામાં આવ્યો છે તેની નિષ્પક્ષ રીતે તપાસ કરવામાં આવે જો તપાસ કરવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરવામાં આવશે અને આગામી વિધાનસભા ચૂંટણીનો પણ બહિષ્કાર કરવામાં આવશે તેમ ગામ લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.
વારંવાર આ કોઝવે ધોવાઇ જવાના કારણે લોકો ત્રસ્ત થઈ ગયા છે. ત્યારે જીવના જોખમે આધેડ વયની મહિલાનો મૃતદેહ ધસમસ્તા પાણીમાં થી લોકો પસાર થવા મજબૂર બન્યા હતા તો સરકાર જાગે અને ગરીબ અને મધ્યમવર્ગના લોકો જે મુશ્કેલી નો સામનો કરી રહ્યા છે. તેનો હલ લાવે એવી લોકોની માંગ ઉઠી છે.
વધું માં જણાવતા કહ્યું હતું કે જે નવું સ્મશાન બનાવવામાં આવ્યું છે તેને પંચાયત દ્વારા અટકાવી રાખવામાં આવ્યું છે. અને ગામના લોકો ખેતરમાં અંતિમ સંસ્કાર કરવાનો વારો આવ્યો છે. તો આ નવું સમસાન ક્યારે ખુલ્લુ મુકવામાં આવશે તેમ લોકો સવાલો કરી રહ્યા છે.
આમ, પાવીજેતપુર તાલુકાના નાનીબેજ ગામે પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયેલા કોઝવે માંથી અંતિમ ક્રિયા માટે મૃતદેહ ને મહા મુશિબતે લઈ જવામાં આવ્યો હતો. તંત્ર જાગે અને કોઝવેના સ્થાને મોટું નાળુ બનાવે તેવી લોકમાંગ ઉઠી છે.