સુરત સ્થિત કેક્ શોપ ધરાવતા અનિલભાઈ પાનસુરીયાનો વતન મા વૃક્ષારોપણ કરી પોતાના ગામનું ઋણ અદા કરવાનો એક અનોખો શ્રેષ્ઠ વિચાર..
આજના યુવાનો માટે પ્રેરણાત્મક અને સકારાત્મક ઉર્જા ની યુનિવર્સિટી એટલે અનિલભાઈ પાનસુરીયા..
સુરત શહેર ના યોગી ચોક વિસ્તાર માં હેપી લાઈવ કેક શોપ ધરાવતા અનિલભાઈ પાનસુરીયા એ તાજેતર માં જ તેમના એક એવા વિચારને સિદ્ધ કર્યો કે તેમના આ કાર્ય બદલ સૌ પ્રથમ ખુબ ખુબ અભિનંદન સહ અભિવંદન..
અનિલભાઈ પાનસુરીયા એ પોતાના કેક શોપ ના બિઝનેસ માંથી અંદાજે રૂ. 30000/-- અલગ કાઢી પોતાના વ્હાલા વતન એવા અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના હાથીગઢ ગામમાં 50 થી પણ વધુ વૃક્ષોનો ( ટ્રી ગાર્ડ ) સાથે વૃક્ષો ને રોપવામાં આવ્યા અને હજુ પણ આયોજન પ્રયોજન કરવામાં આવશે..
નોખી માટી ના અનોખા માણસના વિચાર થી જ સમજી શકીએ કે ઋણ અદા કરવાથી આપણી સંસ્કૃતિ , પ્રકૃતિ અને સમાજ સુરક્ષિત રહે આવતી પેઢી દર પેઢી માટે યાદગાર બની રહેશે..
આજ રીતે ભારત ભર ના દરેક ગામડા માં આવા વિચાર સમકક્ષ યુવાનો જાગૃત થાય તો પર્યાવરણ સાથે હર હંમેશ અમૃત મહોત્સવ યોજાતા રહે..
ફરી અને ફરીવાર અનિલભાઈ પાનસુરીયાની વૃક્ષારોપણ ની સેવાને આવકારીએ છીએ..આપની સેવાકીય પ્રવૃત્તિને લાખ લાખ વંદન..ઈશ્વર આપને વધુ ને વધુ નીતનવી સેવા કરવા શક્તિ સહ પીઠબળ પ્રદાન કરે તેવી અમારી હૃદય પૂર્વક પ્રાર્થના..