2002 ગુજરાતમાં થયેલા રમખાણ મામલે તિસ્તા સેતલવાડની ધપકડ અગાઉ કરાઈ છે, ત્યારે તિસ્તા સેતલવાડે હાલ સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી પર તાત્કાલિક સુનાવણી માટે વધુ એક અરજી કરી છે. તિસ્તા સેતલવાડે તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી અને પીએમ નરેન્દ્ર મોદી સહિત કેટલાક ઉચ્ચ અધિકારીઓને ફસાવવા, લોકોને ભડકાવવા અને દસ્તાવેજોમાં કથિત ચેડા કરવાના કેસમાં જામીન અરજી માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.તિસ્તા સેતલવાડ અને આરબી શ્રી કુમારની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી છે.

ખાસ કરીને આ મામલે અગાઉ સરકાર દ્વારા જામીન અરજીનો વિરોધ કરવામાં આવ્યો હતો અને આ મામલે સરકારે જામીન અરજીના બદલે સોગંધનામું રજૂ કર્યું હતું.થોડા સમય પહેલા અમદાવાદમાં તિસ્તા સેતલવાડને મુંબઈથી લાવી તપાસ હાથ ધરવામાં આવી હતી તેમાં પણ ખાસ કરીને તિસ્તાના એનજીઓને મળેલા નાણાકીય વ્યવહારને લઈને તપાસ કરવામાં આવી રહી છે. 2002માં તેણે દેશ અને વિદેશમાંથી ફંડ એકત્ર કર્યું હતું. આ ફંડ ગુલબર્ગ સોસાયટીનામાં મ્યુઝિમ બનાવવા તેમજ ત્યાંના પિડીતોના નામે ઉઘરાવવામાં આવ્યું હતું. જેથી આ ફંડ કોણે કેવી રીતે આપ્યું તે તમામ બાબતોની તપાસ રચવામાં આવેલી સીટ દ્વારા કરવામાં આવી રહી છે. સર્વોચ્ચ અદાલતે ચુકાદામાં કહ્યું હતું કે, જામીનની બાબતોની ઝડપથી સુનાવણી થવી જોઈએ જેથી મળતી વિગતો અનુસાર 22 ઓગસ્ટે સુનાવણી હાથ ધરાશે.