બ્રહ્મભટ્ટ સમાજ ના કુળદેવી શ્રી વહાણવટી સિકોતર માતાજી મંદિર નાં ગર્ભ ગૃહ માં લાભ પંચમ નાં દિવસે કંકુ પગલાં દેખાતા સ્થાનિક બ્રહ્મભટ્ટ સમાજ સહિત ભાવિક ભક્તો કંકુ પગલાં નાં દર્શન કરવા ઉમટી પડ્યા હતા
વાત જાણે એમ છે કે આજથી બે દિવસ પહેલા મંદિર માં બિરાજમાન હનુમાનજી ની મૂર્તિ કપિરાજ દ્વારા ખંડિત થઈ હતી ત્યારબાદ મંદિર નાં પૂજારી દ્વારા માતાજી ને ભૂલચૂક માટે ક્ષમા માગી, જો કોઈ ભૂલ ન હોય તો પરચો પૂરવા પ્રાર્થના કરવા માં આવી હતી જેથી આજે લાભ પાંચમ નાં દિવસે મંદિર નાં પૂજારી નિત્ય ક્રમ મુજબ માતાજી નાં મંદિરે પૂજા કરવા આવતા મંદિર નાં ગર્ભ ગૃહ માં નાં કંકુ પગલાં જોતા લોકોને જાણ કરેલ જેથી સ્થાનિક બ્રહ્મભટ્ટ સમાજ સહિત માઈ ભકતો ને જાણ થતા કંકુ પગલાં નાં દર્શને માઈ ભક્તો ઉમટ્યા હતા નિજ મંદિર માં બિરાજમાન વહાણવટી સિકોતર માતાજી ની મૂર્તિ આશરે સાડા પાંચસો એક વર્ષ પુરાણી હોવા ની માન્યતા છે કુળદેવી વહાણવટી સિકોતર માં તારાપુર બ્રહ્મભટ્ટ સમાજ ખુબજ ઊંડી શ્રદ્ધા ધરાવે છે...