ડીસા તાલુકાના માલગઢ ગામના મહાદેવ કોલ્ડ સ્ટોરેજ ખાતે ડીસાથી ચિત્તોડગઢ 8 માં સંઘ અંગે બેઠક યોજાઇ હતી. જેમાં ગેલોત પરિવારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ચર્ચા-વિચારણા કરી હતી. જ્યારે ભાવિક ભક્તોએ ભોજન પ્રસાદનો લ્હાવો લીધો હતો. જ્યારે દાંતીવાડા તાલુકાના નાની ભાખર ખાતે ઇસ્માની માતાજીના મંદિરે 10 દિવસીય યોજાયેલા કાર્યક્રમમાં મુખ્ય યજમાન ગુજરાત પ્રદેશ મંત્રી બક્ષીપંચ મોરચો ભાજપના પી.એન. માળીને ગેલોત પરિવારના સભ્યોએ ફૂલહાર પહેરાવી શાલ ઓઢાડીને વિશેષ સન્માન કર્યું હતું.
આ પ્રસંગે ડીસાના ધારાશાસ્ત્રી કૈલાશભાઇ વી. ગેલોત, સુખદેવભાઇ વી. ગેલોત, બનાસકાંઠા ગેલોત પરિવાર શ્રી બાણેશ્વરી કમિટીના સભ્યો અને ગેલોત પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
જ્યારે ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં ગેલોત પરિવાર (માળી સમાજ) દ્વારા ડીસાથી ચિત્તોડગઢમાં બિરાજમાન માં શ્રી બાણેશ્વરી માતાજીનો 8 મો સંઘ તા. 06/01/2025 ને સોમવારના રોજ સવારે ભુપાજી હેમાજી ગેલોત પરિવાર દ્વારા ડીસાના અજાપુરાથી વાજતે-ગાજતે શોભાયાત્રા સાથે 15 લક્ઝરી બસમાં સંઘ પ્રસ્થાન કરાવશે. જેમાં ડીસાથી ચિત્તોડગઢ 8 માં સંઘ લક્ઝરી બસમાં વધુમાં વધુ ભાવિક ભક્તો જોડાય તે માટે શ્રી બાણેશ્વરી કમિટીના સભ્યોએ પધારવા આહવાન કર્યું છે.