એક તરફ ગરીબોને સસ્તા દરે અનાજ સહિતની જીવન જરુરિયાત રસોડાને લગતી ચિજો મળી રહે એ માટે સરકાર તરફ થી પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ત્યાં કાંકરેજ તાલુકામાં સસ્તા અનાજનો જથ્થો સરકારી સસ્તા અનાજની દુકાન ચલાવતા કેટલાક સંચાલકો જ ગરીબોના કોળિયાને બારોબાર જ વેચી દેવાનું કૌભાંડ ચલાવતા હોય છે.
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી પુરવઠાના અનાજ બારોબાર વેચવાનું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. છેલ્લા એક વર્ષમાં બનાસકાંઠા જિલ્લામાંથી કેટલીય વખત અનાજ કૌભાંડ ઝડપાયું છે. જેમાં ક્યાંક ને ક્યાંક સ્થાનિક પુરવઠા વિભાગની રહેમનજર હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે.
કાંકરેજ તાલુકામાં પણ કેટલાક વેપારીઓ દ્વારા સરકારી અનાજ સગેવગે કરતા હોવાની બુમ રાડ ઉઠી છે પણ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે