દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન દાઠા પોલીસ ટીમે મહત્વની સફળતા મેળવી છે. હેડ કોન્સ્ટેબલ માયાભાઈ ભાદરકાની ટીમે બાતમીના આધારે ગેરકાયદે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
બાતમી મળી હતી કે દાઠા ગામમાં રહેતો રામજીભાઈ હાદાભાઈ કારેચા પોતાની પીકપ બોલેરો ગાડીમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈ આવતો હતો. આ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને બોલેરો પીકપ ગાડીને અટકાવી તપાસ હાથ ધરી. તપાસ દરમિયાન ગાડીમાં ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલની કુલ સંખ્યા 1,234 મળી આવી, જેની બજાર કિંમત રૂ. 1,50,758 હતી. સાથે જ પીકપ બોલેરો ગાડીની કિંમત રૂ. 3,50,000 ગણવામાં આવી, આ રીતે કુલ મુદામાલ રૂ. 5,00,758નો જપ્ત કરાયો.
આ કામગીરીથી દાઠા પોલીસ સ્ટેશનની ટીમની સતર્કતા અને કાર્યકુશળતા સાબિત થાય છે. પોલીસની આ કામગીરીથી દારૂના ગેરકાયદે ધંધાર્થીઓમાં ભયનો માહોલ છવાયો છે. વધુ તપાસ ચાલી રહી છે, અને આરોપી સામે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.