પાવીજેતપુર હાઈસ્કૂલમાં યોજાયેલ શાળા વિકાસ સંકુલના દસમાં
વિજ્ઞાન પ્રદર્શનમાં ૪૩ શાળાઓના બાળ વૈજ્ઞાનિકોએ લીધો ભાગ
"છોટાઉદેપુર જિલ્લાની અગ્રેસર એવી પાવીજેતપુર શ્રીમતી વી.આર. શાહ. સાર્વજનિક હાઇસ્કુલ માં ડોક્ટર આંબેડકર શાળા વિકાસ સંકુલ ૧ નું દસમુ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાવામાં આવ્યું હતું. જેમાં ૪૩ જેટલી શાળાના ૪૩ જેટલા બાળ વૈજ્ઞાનિકોએ પોતાનું કોવત બતાવ્યું હતું.
શ્રીમતી વી. આર. શાહ સાર્વજનિક હાઇસ્કુલ ના પટાંગણ માં એસ.વી .એસ કક્ષા નું ૧૦ મુ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું. છોટાઉદેપુર જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી આનંદકુમાર પરમારના અધ્યક્ષ સ્થાને મુખ્ય મહેમાન તરીકે પાવીજેતપુર કેળવણી મંડળના પ્રમુખ શ્રી અતુલભાઇ શાહ ની ઉપસ્થિતિમાં આ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો.
આચાર્યશ્રી સંજય શાહ દ્વારા અધ્યક્ષ શ્રી તેમજ મુખ્ય મહેમાનો અને જુદી જુદી શાળા માંથી પધારેલ આચાર્યો, પોતાની કૃતિ લઈને પધારેલ બાળવૈજ્ઞાનિકો તેમજ તેમને તૈયાર કરનાર સરસ્વતીના ઉપાસકો નું સ્વાગત અને અભિવાદન કરી ને તમામ સ્પર્ધકો ને તેમની તૈયાર કરેલી કૃતિ માટે શુભકામના પાઠવી હતી.
આ વિજ્ઞાન પ્રદર્શનમાં પાંચ વિભાગ પાડવામાં આવ્યા હતા. જેમાં ૧ વિભાગમાં ખોરાક આરોગ્ય અને સ્વચ્છતા વિભાગની અંદર જુદી જુદી શાળાઓમાંથી યોગ અને હેલ્ધી આહાર દ્વારા શરીરની જાળવણી,અર્જુન છાલ દ્વારા હૃદયની જાળવણી, વોટર હાર્વેસીંગ દ્વારા પાણી બચાવો, હર્બલ ઉકાળો, ન્યુટ્રીશન, જાદુઈ ચા, અદભુત ઔષધ સરગવો અને તેના ઉપયોગો જેવી કૃતિ રજૂ કરવામાં આવી. વિભાગ ૨ પરિવહન અને સંદેશ વ્યવહાર : આ વિભાગ એગ્રીક્લચર મલટીપર્પઝ રોબોટ, ગ્રેવીટેશન વાન, ડ્રાઇવર વગરનું આધુનિક પરિવહન, ટ્રાફિક સિગ્નલ જેવી કૃતિ રજૂ કરાઈ હતી. વિભાગ ૩.પ્રાકૃતિક ખેતી : એગ્રોટેક મશીન, સજીવ ખેતી પોસકતત્વો વડે ખેતી, વનસ્પતિ પેશી સંવર્ધન દ્વારા રોપા ઉછેરવા, પ્રાકૃતિક ખેતીના ફાયદા, ગાય આધારિત ખેતી,ccc, ઓર્ગેનિક કિચન ગાર્ડન,સોલાર દ્વારા ખેતી, સ્વયં સંચાલિત ખેતી જેવી કૃતિઓ વિભાગ ૪. ગાણિતિક મોડલ અને ગનનાત્મક વિચારો : કોયડા ઉકેલ, ખૂણાઓ ની સમાજ, સંભાવના નું વર્કિંગ મોડેલ, ઇલેક્ટ્રિક કવિઝ બોર્ડ, ભૂમિતિ ના નમૂના ની સમજ, ગાણિતિક મોડેલ વગેરે કૃતિ ૫.(અ)આપત્તિ વ્યવસ્થાપન : ફાયર એલાર્મ, હોલોગ્રામ 3D પ્રોજેક્ટર, ફાયર સેફટી ૫(બ). કચરાનું વ્યવસ્થાપન અને સ્તોત્ર વ્યવસ્થાપન : લાઈફ જેકેટ ફ્રોમ વેસ્ટ પ્લાસ્ટિક બોટલ્સ, ગાર્બેજ પીકર્સ, વેસ્ટ વોટર, બાયોડીગ્રેડેબલ પોર્ટ, વાતાવરણમાંથી કાર્બન નું પ્રમાણ અટકાવવું જેવી કૃતિઓ મળી કુલ ૪૩ શાળા ના બાળવૈજ્ઞાનિકો દ્વારા વિવિધ વિભાગો માં ૪૩ કૃતિઓ રજુ કરવામાં આવી હતી.
આવેલ મહાનુભાવો દ્વારા આ સમાજ ઉપયોગી કૃતિ તૈયાર કરનાર તમામ બાળવૈજ્ઞાનિકો ને ખુબ ખુબ શુભકામના ઓ પાઠવી અને તમામ વિદ્યાર્થીઓ જિલ્લા, પ્રદેશ અને રાજ્ય તેમજ રાષ્ટ્ર કક્ષાએ પોતાનું, શાળા નું, ગામ નું નામ રોશન કરે એવી શુભકામના પાઠવવામાં આવી હતી.
આચાર્ય સંઘના પ્રમુખ તેમજ એસએફ હાઇસ્કુલ છોટાઉદેપુર ના આચાર્ય હિતેશ ચૌહાણ તેમજ ડી.બી. પારેખ હાઈસ્કૂલ, સંખેડાના આચાર્ય ચિરાગભાઈ શાહ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યુ હતું. મુખ્ય વક્તા તરીકે પધારેલ શ્રી દ્વારકેશ હાઇસ્કુલ,બહાદરપુર ના આચાર્ય શ્રી નિલય ભાઈ પંચાલ દ્વારા શાળા કક્ષાએથી જ વિદ્યાર્થીઓ વૈજ્ઞાનિક અભિગમથી પ્રશ્નોત્તરી કરે તેમજ કોઈપણ પ્રશ્નનો ઉકેલ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોન થી કરે એવું જણાવ્યું હતું. ભવિષ્યમાં સારા વૈજ્ઞાનિક તેમજ સારા નાગરિક બને તેવી શુભેચ્છાઓ પાઠવી. કાર્યક્રમના અધ્યક્ષ શ્રી આનંદકુમાર પરમાર દ્વારા વિદ્યાર્થીઓને "સપના જોવાનું અને અને તે સપના સાકાર કરવા માટે અથાક પરિશ્રમ" કરવાનું જણાવ્યું હતું.સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન અલ્પેશ પંચોલી દ્વારા કરવામાં આવ્યું હતુ.