કઠલાલ બાલાશિનોર રોડ ખાતે આવેલ હિયાન આંખની હોસ્પિટલ માં યોજાયેલ ફ્રી નિદાન કેમ્પમાં આશરે 70 જેટલા દર્દીઓ એ લાભ લીધો હતો જેમાં 27 દર્દીઓને ફ્રી માં દવા ની સાથે બી. પી સુગર ની તપાસ તેમજ રાહતદરે ચશ્માં બનાવી આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત દર્દીઓને મોતિયા ,વેલ,અને પડદા અંગે યોગ્ય સારવાર લેવા અંગે જણાવવામાં આવ્યું હતું.