કોમર્સ કોલેજ ગોધરા ખાતે સંવિધાન દિવસની ઉજવણી કરાઈ
એડવોકેટ મિતેશભાઇ ના મુખ્ય મહેમાન પદે સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાના એનએસએસ એકમ દ્વારા સંવિધાન દિવસની શાનદાર રીતે કોલેજના સદાબા હોલમાં ઉજવણી કરવામાં આવી હતી. ગોધરાના યુવાન એડવોકેટ મીતેશભાઈ બસરાણીએ સંવિધાનના ઉદભવથી માંડી તેમાં થયેલા છેલ્લા સુધારાઓને ખૂબ જ સરળ ભાષામાં વિદ્યાર્થીઓને સમજૂતી આપી વિદ્યાર્થીઓને સંવિધાન પ્રત્યે વફાદાર રહી સાચા નાગરિક તરીકેની ફરજ બજાવવા શીખ આપી હતી. વક્તવ્યના અંતે તેઓએ વિદ્યાર્થીઓને બંધારણ સંબંધી પ્રશ્નો પૂછ્યા હતા જેમાં સૌથી વધુ વખત સાચા જવાબ આપનાર એસવાય બીકોમ ની વિદ્યાર્થીની કુમારી હર્ષિતા ચતવાણીને ખાસ સર્ટિફિકેટ આપી સન્માનવામાં આવી હતી
કાર્યક્રમનો પ્રારંભ કોલેજના નવા વરાયેલા એકાઉન્ટન્સી વિષયના પ્રોફેસર મયંકભાઇ કોકણીએ કરી હતી. જ્યારે મહેમાનોનું શાબ્દિક સ્વાગત તથા બંધારણની સામાન્ય સમજૂતી કોલેજના ઇન્ચાર્જ આચાર્ય અને એને એન એસ એસ પ્રોગ્રામ ઓફિસર ડો. અરુણસિંહ સોલંકીએ આપી હતી. આ કાર્યક્રમમાં કોલેજનો તમામ સ્ટાફ હાજર રહ્યો હતો. કાર્યક્રમનું સફળ સંચાલન એનએસએસ લીડર ભવ્ય દેવડાએ કર્યું હતું