ડીસા ની ડી.એન.પી. આર્ટ એન્ડ કોમર્સ કોલેજ ડીસાના રાષ્ટ્રીય સેવા યોજના અને રાજ્યશાસ્ત્ર વિભાગના સંયુક્ત ઉપક્રમે 75 માં સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆતમાં IQAC કોર્ડીનેટર પ્રો. તેજસ બી. આઝાદ એ સંવિધાન દિવસ સ્થાપનાથી લઈ આજ દિન સુધીના સુધારા અંગે વિસ્તૃત માહિતી આપી તેમજ આમુખને સમજાવી છેલ્લે 25 નવેમ્બર, 2024 સુધીના ફેરફારને પોતાના વ્યાખ્યાનમાં રજૂ કર્યું હતું. NSS સ્વયંસેવક ભાવેશ, સત્યમ, હર્ષિલા અને આશાએ સંવિધાન દિવસ વિશે વક્તવ્ય આપ્યું હતું. એકેડેમિક ઓફિસ કમિટીના કન્વીનર ડૉ. તૃપ્તિ સી. પટેલે અમુક પ્રતિજ્ઞા લેવડાવી તેમજ આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર ડૉ. મિતલ વેકરીયાએ કર્યું હતું. આ કાર્યક્રમમાં પ્રો. પ્રીતું વસાવા, પ્રો. નંદુભાઈ હેમચંદ્રાણી, પ્રો. શંકરભાઈ વાળંદ, પ્રો. નવનીતભાઈ રાણા સાથે વિદ્યાર્થી મિત્રો જોડાયા હતા. કાર્યક્રમને આગળ વધારતા કોલેજથી ડૉ. ભીમરાવ આંબેડકરની પ્રતિમા સુધી પદયાત્રા કરાઈ હતી. આ પદયાત્રામાં કોલેજ સાથે પોલીસ વિભાગના કર્મચારી ASI કુંદનબા ડિસા ઉત્તર પોલીસ તથા ટ્રાફિક પીસી મનુભાઈ, પીસી નિકુલસિંહ તથા ટ્રાફિક ટીઆરબી પણ જોડાયા હતા. પ્રતિમાને ફુલહાર કરી સુતરની આંટી પહેરાવી આજના દિવસની ઉજવણી કરી હતી.