બનાસકાંઠાના જિલ્લા પોલીસ વડા ની સૂચના થી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જિલ્લા ના વિવિધ ગામોમાં સતત પેટ્રોલિંગ કરી દારૂ ભરેલી ગાડીઓ ઝડપી પાડવામાં આવે છે ત્યારે આજે ડીસાના વિઠોદર ગામ પાસેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે

બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એ વી દેસાઈ ના માર્ગદર્શન હેઠળ પી એસ આઇ સ્ટાફના ઈશ્વરભાઈ.અરજણાજી,રાજેશભાઈ,પ્રકાશભાઈ,પ્રકાશચંદ્ર અમરાભાઇ સહિતની ટીમ સાથે રવિવારે ડીસા તાલુકા ની હદમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીના આધારે ડીસા તાલુકાના વિઠોદર ગામ પાસે 

 ટોયટા ઈટીયોસ ગાડી નંબર: GJ27C8391 ની અંદર તપાસ કરતા અંદર થી દારૂની ૧૩૦ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ગાડી દારૂ સહિત 5.52000 નો મુદ્દા માલ જપ્ત કરી ગાડીના માલિક સામે ડીસા તાલુકા પોલીસ પથકે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે