પાલનપુર તાલુકાના જગાણા નજીક ગેસની પાઇપ લાઇનના ખોદકામ દરમિયાન ગુરૂવારે એકાએક માટીની ભેખડ ધસી ગઇ હતી. જેની નીચે બે શ્રમિકો દટાયા હતા. જેમને બહાર કાઢી પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં એક યુવકનું મોત થયું હતું.
પાલનપુર તાલુકાના જગાણા ગામ નજીક ગુરૂવારે શ્રમિકો ગેસની પાઇપલાઇનનું ખોદકામ કરી રહ્યા હતા. દરમિયાન એકાએક માટીની ભેખડ ધસી ગઇ હતી. જેની નીચે બે શ્રમિક દટાયા હતા. ઘટનાને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.
અને બંને શ્રમિકોને માટીમાંથી બહાર કાઢી 108 માં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં સંજુ (ઉ.વ.26)નું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે પાર્થ દત્તા (ઉં.વ 23) સારવાર હેઠળ છે.