ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો વ્યવસ્થાની સ્થિતી કથળી ગઇ હોય તેવું દેખાઇ રહ્યું શહેરમાં અને પંથકમાં ચોરી, લૂંટ, મારામારી જેવી ઘટનાઓ સામાન્ય બની ગઇ હોય તેવું દેખાઈ રહ્યું છે. ગુનાહીત પ્રવૃતિઓને અંજામ આપતાં અસમાજીક તત્વોને પોલીસ કે કાયદાનો કોઇ ડર રહ્યો ન હોય તેવું દેખાઇ રહ્યું છે.

ત્યારે ગત શનિવારે રાત્રે દરમિયાન સામાન્ય બોલચાલીમાં ગવાડી વિસ્તારમાં રહેતા ફરીયાદી જાવેદભાઇ સરફુદ્દીન કુરશીની ઘરની બહાર કેટલાંક શખ્સો દ્વારા મજાક મશ્કરી કરતાં હોઇ ઠપકો આપવા જતાં ઉગ્ર બોલાચાલી થયા બાદ મારામારી સર્જાઇ હતી. જેમાં બંને પક્ષો તરફથી સામસામે આવતાં પાઇપ અને છરી વડે મારામારી સર્જાઇ હતી.

જેમાં ૫ લોકોને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા. જ્યાં ૩ લોકોને પાલનપુર સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી હતી. મારામારીની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. જ્યારે સમગ્ર ઘટનાની જાણ થતાં ડીસા દક્ષિણ પોલીસ પણ તાત્કાલિક અસરથી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી મામલો થાળે પાડયો હતો.

જે બાદ મારામારી કરનાર ઇજુભાઇ સાબીરભાઇ કુરેશી, જુનેદભાઇ સાબીરભાઇ કુરશી, કાળુભાઇ સાબીરભાઇ કુરશી સહીત યાસીનભાઇ કુરશી નામના શખ્સો સામે ફરિયાદ જાવેદભાઇ સરફુદ્દીન કુરશીએ ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.