ચાર વર્ષની બાળકીને અડપલા કરી દુષ્કર્મ કરનાર આરોપી અને સહ આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી ખાંભા પોલીસ ટીમ

> ગુન્હાની વિગત:-

ગઇ તા.૦૬/૦૭/૨૦૨૪ ના રોજ આ કામે ભોગ બનનાર ઉ.વ.૦૩ વર્ષ ૧૧ માસ ૭ દિવસ (જન્મ તારીખ-૦૬/૧૨/૨૦૨૦) તેમના ઘરે એકલી હાજર હતી તે વખતે આ કામના આરોપી જગદીશભાઇ મનુભાઇ નાગર રહે.મોટા બારમણ વાળાએ તથા તેમની પત્નિ જ્યોત્સનાબેન ઉર્ફ હેતુ એ આ કામે ભોગ બનનારને ચોકલેટ આપવાના બહાને તેમના ઘરે બોલાવી ઘરનો દરવાજો બંધ કરી જયોત્સનાબેન ઉર્ફ હેતુએ ભોગ બનનારના પગ પકડી રાખી જગદીભાઇએ તેમની સાથે ખરાબ કામ કરેલ હતું તે અંગેની ફરીયાદ ભોગ બનનારના પિતા ધુસાભાઇ મનુભાઇ નાગરએ ફરીયાદ આપતા ખાંભા પો.સ્ટે.એ.પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૨૭૨૪૦૩૮૮/૨૦૨૪ બી.એન.એસ. કલમ ૬૪(૨)(આઇ), ૬૪(૨)(એક), ૬૫(૨), ૨૩૮(૨), ૩૫૧(૨), તથા પોકસો એકટની કલમ - ૦૪, ૦૬, ૧૦, ૧૭ તથા આઇ.ટી.એકટ કલમ ૬૭(B)(બી), મુજબનો પોક્સો, બળાત્કાર, છેડતી, દષ્ક્રમ અંગેનો ગુન્હો દાખલ કરેલ હતો,

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગોતમ પરમાર સાહેબનાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા અપહરણ/પોક્સો/બળાત્કાર મુજબના ગુન્હાઓના આરોપીઓને સત્વરે પકડી પાડવા ખાસ સુસના આપેલ હોય, જે અન્વયે, અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તથા ઇન્ચાર્જ મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વલય વૈધ સાહેબ નાઓએ અપહરણ તથા પોક્સો, બળાત્કાર દુષ્કમ અંગેના ગુન્હા આચરતા આરોપીઓને તાત્કાલીક પકડવા અને તેમના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વણશોધાયેલા ગુન્હા ડીટેકટ કરવા અંગે જરૂરી સુસના અને માર્ગદર્શન આપેલ હોય,

જે અન્વયે, મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી જયવીર ગઢવી સાહેબનાઓના જરૂરી માર્ગદર્શન હેઠળ ખાંભા પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ શ્રી આર.જી.ચૌહાણ સાહેબ.ની રાહબરી હેઠળ ખાંભાં પો.સ્ટેની ટીમે અલગ-અલગ દિશામાં ટેકનીકલ/હ્યુન સોર્સના આધારે ખાંભા પો.સ્ટે.પાર્ટ(એ)ગુ.ર.નં.૧૧૧૯૩૦૨૭૨૪૦૩૮૮/૨૦૨૪ બી.એન.એસ. કલમ ૬૪(૨)(આઇ), ૬૪(૨)(એફ), ૬૫(૨), ૨૩૮(૨), ૩૫૧(૨), તથા પોકસો એકટની કલમ – ૦૪, ૦૬, ૧૦, ૧૭ તથા આઇ.ટી.એકટ કલમ ૬૭(B)(બી), મુજબના ગુન્હાના આરોપીઓને ડેડાણ ગામેથી પકડી પાડતી ખાંભા પોલીસ ટીમ,

પકડાયેલ આરોપી :-

(૧) જગદીશભાઇ મનુભાઇ નાગર ઉ.વ.૨૫ ધંધો. મજુરી રહે. નાના બારમણ મફત પરા વિસ્તાર તા.ખાંભા

જી.અમરેલી

(૨) જ્યોત્સનાબેન ઉર્ફ હેતુ વા/ઓ જગદીશભાઈ મનુભાઈ નાગર ઉ.વ.૨૪ ધંધો.ઘરકામ રહે.નાના બારમણ તા.ખાંભા જી.અમરેલી

આ કામગીરીમાં ખાંભા પો.સ્ટેના પો.સબ ઇન્સ. આર.જી.ચૌહાણ સા. રાહબરી હેઠળ અના એ.એસ.આઇ. ભરતભાઈ મુહાભાઈ વાળા તથા હેડ કોન્સ કુમેશભાઇ શિયાળ તથા પો.કોન્સ.મનિષભાઇ ઝાલા તથા પો.કોન્સ રાજુણાઇ બોદર તથા પો.કોન્સ ભાવેશભાઇ બુધેલા તથા પો.કોન્સ ધર્મેશભાઇ ઠાકર તથા પો.કોન્સ શિવરાજભાઇ લુણસર તથા પો કોન્સ કિશોરભાઈ ખાચર તથા પો.કોન્સ પારૂલબેન દેવેશ તથા પો.કોન્સ અસ્મિતાબેન રવૈયા જોડાયેલ હતા.