બનાસકાંઠા જિલ્લો એટલે ખનીજ માફિયા માટે નો સ્પેશિયલ ખનીજ ચોરી માટે નો જિલ્લો હોય એવી સ્થિતિ છે જિલ્લા માં ખાણ ખનીજ વિભાગ છે રોયલ્ટી ઇનસ્પેક્ટર છે શરકારે ગાડી અને તપાસ ના હક પણ આ વિભાગ ને આપ્યા છે છતાં દરિયા માંથી ડોલ ભરી ને પાણી નિકાળીએ એટલી જ કાર્યવાહી થાય છે જો વાત ડીસા તાલુકા ના છત્રાલા ગામ પાસે ની બનાસ નદી ની કરવામાં આવે તો નદીમાં જેટલાં બાવળ નહિ હોય એટલા ખનીજ માફિયા છે અને એ પણ વટ થી કાયદા ની એસીતેસી કરી ને ખુલ્લેઆમ ખનીજ ચોરી કરે છે બાપ નો બગીચો સમજી ને છતાં આ ખનીજ માફિયા સામે કોઈ કાર્યવાહી કરવા વાળું નથી કારણ કે કા તો મોટુ સેટીંગ હોઈ શકે કે પછી અધિકારી ઓ માં ડર હશે કે ખનીજ માફિયા છે કોઈ નુકશાન ન કરી જાય... જે હોય તે પણ નબળી કામગીરી અધિકારીઓ ની અને નુકશાન કરોડો નું સરકાર ને એ વાત નો પણ ઇન્કાર ન કરી શકાય આ નદી ના પટ માં હજ્જરો ટ્રક ની અવરજ્વર છતાં ખાણ ખનીજ વિભાગ ને દેખાતી જ નથી જે અનેક સવાલો ઉભા કરે છે અને તંત્ર ની કામગીરી માં શંકા જાગે છે અહીંયા મહત્વ ની વાત એ પણ છે ખાણ ખનીજ વિભાગ કાર્યવાહી કેટલી લીઝ પર કરે જ છે તો આ લીઝ સુધી કેમ પહોંચતું નથી તંત્ર? છત્રાલા નદી માં વગર પરમિશન ખુલ્લેઆમ રેતી નું ખનન થાય છે પણ ખાણ ખનીજ વિભાગ નજર નાખતું નથી કાર્યવાહી એકાદ પર થતી હોય તો આ નદી ના પટ માં કેમ નહિ સુ આ વિસ્તાર મહેસાના કે પાટણ માં આવે છે કે અહીંયા કાર્યવાહી થતી જ નથી રેતી ખનન ને લઈ મોટી ચર્ચા એ પણ છે મોટુ સેટીંગ છે અમુક ખનીજ અધિકારીઓ અને ખનીજ માફિયા વચ્ચે પછી અહીંયા કાર્યવાહી કેમ કરવી એ પણ રોચક વિષય છે જો ખાણ ખનીજ વિભાગ અને રોયલ્ટી વિભાગ દૂધ થી ધોયેલુ હોય તો એકાદ કાર્યવાહી કરી બતાવે પણ આ વિભાગ કાર્યવાહી કરી શકશે જ નહિ કેમ સવાલ લક્ષ્મી જી નો છે ન....