ગત તારીખ ૧૬/૮/૨૨ ની સાંજના સમયે ખડસલી ગામમાં બનેલી ઘટના
સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામમાં PGVCL ના ટ્રાન્સફોર્મરની પાસે ચરવા માટે નિકળેલી ગાયનુ ઈલેક્ટીક ચોક લાગવાથી મોત નિપજ્યું હતું
આ ધટનાની જાણ PGVCL ને કરી હતી,. નાયબ કાર્યપાલક ઇજનેર નકુમ સાહેબ આવી ને ધટનાની પુરી જાણકારી મેળવી હતી.
ખરેખર કવચ હોવું જરૂરી છે ક્યારેક કોઈ મોટી દુર્ધટના સર્જાય તે પહેલાં આવી રીતે ખુલ્લા ટ્રાન્સફોર્મર ને ફેન્સિંગ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે
પશુપાલન અધિકારી ડૉ: દેસાઈ સાહેબને આ ધટનાની જાણ થતાં ધટના સ્થળે પહોંચ્યા હતા.
વધુમાં જાણવા મળ્યું છે કે ગાય માલિક મનસુખભાઈ મકવાણા દ્વારા પોલીસ કેસ દાખલ કર્યો હતો.
વધુમાં તપાસ પોલીસ કરી રહી છે
રિપોર્ટ અનિરુદ્ધ ત્રિવેદી ખડસલી