સારા સંસ્કારની વાતો કરતી ઉમરેઠ બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થાના નફ્ફટ પૂજારીએ યુવતી પર અવારનવાર આચર્યુ દુષ્કર્મ.

ગત રોજ ઉમરેઠ નગર ખાતે આવેલ રામ તળાવ માંથી મૃત હાલતમાં એક નવજાત શિશુ મળી આવ્યું હતું.ત્યારબાદ ઉમરેઠ પોલીસ ઘટના સ્થળે જઈ તપાસ કરીને મૃત બાળકનો કબ્જો લઈને નગર ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે લઈ જવામાં આવ્યું.ત્યાર બાદ રાત્રીના સમયે ઉમરેઠ બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર, લાલ દરવાજા પાસે અચાનક મોટી સંખ્યામાં ટોળું એકત્ર થયું.પ્રાપ્ત માહિતી મુજબ સવારે જે શિશુ મળી આવ્યું હતું તે ખાડા વિસ્તારમાં રહેતી એક પરિવારની દીકરીનું હતું જેને ઉમરેઠ બી.એ.પી.એસ સ્વામીનારાયણ ના નાલાયક પૂજારીએ અવારનવાર દુષ્કર્મ આચરીને પ્રેગનેટ બનાવી હતી.ઉમરેઠ બી.એ.પી.એસ સ્વામીનારાયણ સંસ્થા જે સંસ્થા સંસ્કારો અને સારી સારી વાતો કરી રહી છે તેં જ સંસ્થાનો પૂજારી જે ભગવાનની પૂજા અર્ચના કરે છે તે જ પૂજારી નાલાયક નીકળ્યો અને વારંવાર યુવતી પર દુષ્કર્મ કરી પીંખી રહ્યો હતો.આટલી વિશાળ બી.એ.પી.એસ સ્વામીનારાયણ સંસ્થામાં આટલુ ગંદુ કૃત્ય ચાલતું હતું. જેની કોઈને પણ ખબર જ ન પડી.વધુ તો હદ ત્યાં થઈ ગઈ જ્યારે પરિવારને ખબર પડી કે તેમની દિકરીને આ નાલાયક પૂજારીએ અનેકો વખત દુષ્કર્મ કર્યું છે અને તેમની દિકરી કોઈને આ વાતની જાણ કરશે તો ચપ્પુ મારીને જાનથી મારી નાખવાની ધમકી આપીને વારંવાર દુષ્કર્મ કરી પીંખી નાખી.હાલ સમગ્ર ઘટનામાં પરિવારજનો ઉમરેઠ પોલીસ પાસે એવી આશા રાખી રહી છે કે અમોની દિકરીને અને અમો પરિવારજનો ને આ કૃત્ય કરનાર બી.એ.પી.એસ સંસ્થાના નાલાયક પૂજારી સામે યોગ્ય કાયદેસર કાર્યવાહી થાય અને અમોને ન્યાય મળે.

આ નરાધમ નાલાયક પૂજારી સામે યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ:પરિવારજનો.