ઝાલાવાડમાં તહેવારોની સાથે યોજાતા લોક મેળાની આગવી ઓળખ છે ત્યારે કોરોનાના કપરા સમય બાદ 2 વર્ષ પછી જિલ્લામાં જન્માષ્ટમીના મેળા યોજાઇ રહ્યા છે અને આથી જ મેળાની મોજ માણવા લાખો લોકો થનગતી રહ્યા છે. આવા સમયે આજે વઢવાણ અને સુરેન્દ્રનગરના મેળાનો પ્રરંભ થશે. મેળાના માણીગરો રૂ.4 કરોડથી વધારાનો ખર્ચ કરીને મેળાની મોજ માણશે.જિલ્લમાં ખાસ કરીને સુરેન્દ્રનગર,વઢવાણ અને ધ્રાંગધ્રામાં જન્માષ્ટમીના તહેવારમાં મેળાનું આયોજન કરાય છે. કોરોના બાદ 2 વર્ષ પછી આ 3 મોટા મેળાનું આયોજન કરાયું છે. મેળામાં ચકડોળ,ખાણીપીણી તથા બંદોબસ્ત સાથેની તમામ સગવડતાઓ પૂર્ણતાના આરે છે.