કાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર સાતમાં મલાવ ચોકડી પાસે આવેલ ગોળીબાર ગામ ની નજીકમા ગુજરાત વિક્ટરી ફોર્જીંગ નામની કંપની આવેલ છે જે કંપનીમાં મોટેભાગે રાત્રિના સુમારે કામ કરવામાં આવે છે રાત્રિના સુમારે ગેરકાયદેસર રીતે કેમિકલ અને ધાતુ ઓગાળવામાં આવે છે જેના લીધે હવામાં ધુમાડો પ્રસરે છે અને સ્થાનિકોને બળતરા અને શ્વાસમાં તકલીફ પડી રહી છે વૃક્ષોના પાના ખરી પડે છે પક્ષીઓ મરી જાય છે આ વિસ્તારમાં 50 થી વધુ રહેણાંક મકાનો આવેલા છે અને તેની બાજુની જ જગ્યામાં આ ફેક્ટરી આવેલ છે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને સરકારી નિયમોની એસી કી તેસી કરીને રાત્રિના સુમારે કામ ચાલુ કરવામાં આવે છે જેથી ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોવાની પ્રબળ શક્યતાઓ છે. શુક્રવારે રાત્રે ફેક્ટરીમાં ભઠ્ઠી સળગાવી કેમિકલ ઓગાળવાની પ્રક્રિયા શરૂ કરતાં જ ગ્રામજનો ભેગા થયા હતા અને કંપનીના ગેટ પાસે આવી ગેટ ખોલાવી કંપનીમાં હલ્લાબોલ કરી કેમિકલ ઓગાળવાની પ્રક્રિયા બંધ કરાવી દીધી હતી ગ્રામજનો એ જણાવ્યું છે કે જો આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ રાખવામાં આવશે તો ગ્રામજનો કોઈપણ કર્મચારીને ફેક્ટરીમાં કામ કરવા દેશે નહીં. મળતી માહિતી મુજબ આ ફેકટરી મા ગેરકાયદેસર કોપર, લોખંડ લાવવામાં આવે છે અને રાતે ઓગાળવાની પ્રક્રિયા શરૂ કરાય છે. ગ્રામજનોએ ફેક્ટરીના સંચાલકને વારંવાર રજૂઆત કરી છે તેમ છતાં પણ તેની આવી પ્રવૃત્તિ બંધ થતી નથી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PORBANDAR પોરબંદર વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારોની આખરી યાદી જાહેર 17 11 2022
PORBANDAR પોરબંદર વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારોની આખરી યાદી જાહેર 17 11 2022
BIS Bengaluru Hosts Sangam - 78th Independence Day, Tiranga Mela at Rangoli Gardens
BIS Bengaluru Hosts Sangam - 78th Independence Day, Tiranga Mela at Rangoli Gardens
Bengaluru;...
Manmohan Singh Funeral News: पूर्व प्रधानमंत्री मनमोहन सिंह को 21 तोपों की सलामी दी गई | Aaj Tak
Manmohan Singh Funeral News: पूर्व प्रधानमंत्री मनमोहन सिंह को 21 तोपों की सलामी दी गई | Aaj Tak
અમરેલી જિલ્લાના વડીયાનો સુરવો ડેમ 100 ટકા ભરાયો.
અમરેલી જિલ્લાના વડીયાનો સુરવો ડેમ 100 ટકા ભરાયો.