વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કહ્યું કે હજુપણ મારે લોકસેવા કરવી છે, વિકાસનાં કામો બાકી છે, જે પુરા કરવા છે માટે આ છેલ્લીવાર ટિકિટની માગ કરી છે.પોતાની આ છેલ્લી ચૂંટણી હશે તેવી જાહેરાત પણ મધુ શ્રીવાસ્તવે કરી છે.
તેઓએ ઉમેર્યુ હતું કે, છેલ્લા 6 ટર્મથી તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે પરંતુ હજુ પોતાના મત ક્ષેત્ર વિસ્તારમાં જોઈએ તેવો વિકાસ થયો નથી અને હજુપણ કામો બાકી છે. હજુપણ 15 ટકા લોકો એવા છે જેઓ ભાડાના મકાનમાં રહે છે. જેમના માટે પ્રધાનમંત્રી આવાસ યોજના, નુર્મ જેવા આવાસો બનાવવા છે.
અહીં સારી શાળાઓ નથી તે પણ બનાવવાની છે, લોકોના આરોગ્ય માટે સારી હોસ્પિટલ બનાવવી છે.
આ બધું હજુ બાકી છે માટે જનતાની સેવા કરવા હું ટિકિટ માગી રહ્યો છું. આ મારી છેલ્લી ચૂંટણી હશે. મેં વિધાનસભામાં પણ આ મુદ્દાની પ્રશ્નોત્તરી મૂકી હતી, પરંતુ વિધાનસભામાં ડ્રો સિસ્ટમ હોવાથી મને બોલવાનો મોકો મળ્યો નથી તેમ મધુ શ્રીવાસ્તવે ઉમેર્યું હતું.
આમ,વાઘોડિયામાં વિકાસના કામો અને જનતાની સેવાનો વધુ એક મોકો આપવા ટીકીટ માંગી છે અને બસ આ છેલ્લી ચૂંટણી લડવા માંગતા હોવાનું તેઓનું કહેવું છે.