આજે ભારતના માન્ય વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીનો 72 મો જન્મદિવસની ઉજવણી આખા ભારત વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા વિવિધ સંગઠનો દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના સ્ટાફ તરફથી પણ વડાપ્રધાનને દીર્ઘ આયુષ્ય અને ભગવાન હંમેશા એમને સ્વસ્થ રાખે એવી શુભકામનાઓ પાઠવી વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડીસાના ડીવાયએસપી કુશલ ઓઝા ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઇ શક્તિસિંહ ગોહિલ/ કેવળભાઈ પ્રવીણભાઈ મિલનભાઈ નરેન્દ્રભાઈ પંડ્યા તેમજ અન્ય સ્ટાફ દ્વારા વૃક્ષો વાવીને પ્રકૃતિનો જતન કરવું અને આવનાર ભવિષ્યને પણ સુંદર બનાવો એ હેતુને સાર્થક કરવા માટે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન ની અંદર આવેલા બગીચામાં વૃક્ષો વાવીને વડાપ્રધાન ના જન્મદિવસની એક અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.