માર્ગ અકસ્માતમાં બનાવો બાબતે ગંભીરતાપૂર્વક બહુપરિમાણીય વિશ્ર્લેષણ કરી માર્ગ અકસ્માતમાં ઘટાડો કરવા માટે સંવેદનશીલ અભિગમ દાખવી સમગ્ર જીલ્લામાં ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) કરો જનજાગૃતિ ફેલાવી ૮૫-વાહન અકસ્માતોમાં ઘટાડો કરી ૬૯-માનવ જીવ બચાવવામાં સફળતા મેળવતી દાહોદ જીલ્લા પોલીસ.
મે, પોલીસ મહાનિરીક્ષકશ્રી આર.વી.અસારી સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરાનાઓની સુચના અને માર્ગદર્શન આધારે મે, પોલીસ અધિક્ષકશ્રી ડૉ.રાજદીપસિંહ ઝાલા સાહેબ દાહોદનાઓએ માર્ગ અકસ્માતમાં ઘટાડો કરવા માટે સંવેદનશીલ અભિગમ દાખવી ટ્રાફિક એન્ફોર્સમેન્ટની કામગીરી અન્વયે, અવાર-નવાર ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરી ગંભીરતા પૂર્વક મલ્ટી ડાયમેન્શનલ એનાલિસીસ કરી માર્ગ અકસ્માતમાં ઘટાડો કરવા માટે સંવેદશીલ કામગીરી કરી જેના પરિણામે દાહોદ જીલ્લામાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ૮૫ વાહન અકસ્માતોમાં ઘટાડો થયો છે. તેમજ ૬૯ માનવજીવન બચાવવામાં સફળતા મળેલ છે.
ટ્રાફિક અવેરનેશ, ડંક એન્ડ ડ્રાઇવ, હેલ્મેટ, શીટ બેલ્ટ, રોંગ સાઇડ ડ્રાઇવીંગ સહીતની ખાસ ડ્રાઇવ ઉપરાંત ડ્રોન કેમેરાના ઉપયોગથી અસરકારક ટ્રાફિક મેનેજમેન્ટની પ્રશંસનીય કામગીરી માટે દાહોદ જીલ્લા પોલીસને ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી સાહેબનાઓએ અભિનંદન પાઠવેલ છે. લોકોમાં ટ્રાફિક અવેરનેશ લાવવાની સાથોસાથ રોડ એન્જિનીયરીંગની ખામીઓ અને પોલીસ એન્ફોર્સમેન્ટની કામગીરી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો જેમાં અગાઉના ૧૦ વર્ષમાં સર્જાયેલ માર્ગ અકસ્માતોનું મેપીંગ કરીને સુધારા યોગ્ય રોડ એન્જિનીયરીંગના ટૂંકાગાળાના અને લાબાંગાળા સુધારાઓ સુચવવામાં આવ્યા હતા.
દાહોદ જિલ્લામાંથી પસાર થતા ધોરી માર્ગો ઉપર સર્જાતા ગંભીર માર્ગ અકસ્માતો અટકાવવા માટે અત્રેના જીલ્લામાં ફાળવેલ ઇન્ટરસેપ્ટર વાન દ્વારા હાઇવે પેટ્રોલીંગ રાખી સ્પીડગનના માધ્યમથી હેલ્મેટ, ઓવરસ્પીડ, રોંગ સાઇડ ડ્રાઇવીંગ અંગેના કસો ઉપરાંત બ્રેથએનેલાઇઝરની મદદથી ડ્રંક એન્ડ ડ્રાઇવ અંગેના મહત્તમ કેસો કરવામાં આવેલ તેમજ જીલ્લામાં સી.સી.ટી.વી.નેટર્વક એવા નેત્રમ મારફતે વધુમાં વધુ ઇ-ચલણના કેસો કરી ટ્રાફિક સબંધી ટ્રાફિક પેટર્ન ડ્રાઇવીંગ બિહેવીયર રોંગ સાઇડ સ્પોર્ટ, રાત્રે બ્લેક સ્પોર્ટ આઉટ કરવાની વિશેષ કામગીરી કરવામાં આવી બીજી તરફ દાહોદ જીલ્લાના જુદા જુદા વિસ્તારોમાં દાહોદ પોલીસ દ્વારા સેમિનાર, રેલી તેમજ પેમ્પલેટ વિતરણ કરી ટ્રાફિક જન જાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ. તેમજ દાહોદ જીલ્લા પોલીસ દ્વારા વર્ષ-૨૦૨૪માં ઓકટોબરમાસ સુધીમાં હેલ્મેટના-૩૮૩૬૩ કેસો, ઓવર સ્પીડના-૫૦૦૮ કેસો, રોંગસાઇડ ડ્રાઇવીંગ-૧૫૦૬૫ કેસો, તેમજ ફૂંક એન્ડ ડ્રાઇવના-૧૫૩૮ કેસો કરીને ટ્રાફિક નિયમનનું અસરકારક અમલીકરણ કરવામાં આવ્યુ છે.
દાહોદ જીલ્લા પોલીસ તથા વહીવટી તંત્ર તેમજ દાહોદ આર.ટી.ઓ. વિભાગ દ્વારા કરવામાં આવેલી આ અસરકારક કામગીરીના પરિણામે વર્ષ-૨૦૨૪માં માર્ગ અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર-૮૫ બનાવોનો ઘટાડો લાવવામાં સફળતા મળી છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે અકસ્માતના બનાવોમાં થયેલા ઘટાડા સાથે દાહોદ પોલીસ કુલ-૬૯ માનવ જીવન બચાવી શકવામાં સફળતા મેળવેલ છે.