ધાનેરામાં મામા બાપજીના મંદિર પાસેના મોરણીયા વિસ્તારમાં વાર્ષિક ભાડા પટ્ટા પર ખેતર રાખી ખેત મજૂરી કરતા ખેડૂત શામળાભાઇ રૂડાજી માળીના ત્યાં પડેલા સૂકા ઘાસ ચારામાં બુધવારે સાંજના સમયે અચાનક આગ લાગતા ભારે અફરા-તફરી મચી હતી.
Sponsored
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
આ ઘટનાની પાલિકાના ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક ફાયર-ફાઇટર ઘટનાસ્થળે પહોંચી ફાયરમેન ઉત્તમસિંગ દ્વારા પાણીનો મારો ચલાવી ભારે મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
પરંતુ ત્યાં સુધીમાં અંદાજીત 5 ટ્રોલી સૂકું ઘાસ અને ઘાસ પર મુકેલા પિયતના ફુવારાની સામગ્રી બળીને ખાખ થઈ ગઈ હતી. ખેત મજૂરી કરતા ખેડૂત પરિવારને મોટું નુકશાન થતા પરિવારે તંત્ર પાસે મદદ માટે વિનંતી કરી છે.